એક્ઝિબિશન:બ્રાઇડલ સેટ અને હોમ ડેકોરની વિવિધ વસ્તુઓ થઈ એક્ઝિબિટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને એક્ઝિબિશનનું આયોજન

કોરોના મહામારીના મુશ્કેલી સમયમાં તહેવારોની સાથે-સાથે લગ્ન સિઝનની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એક્ઝિબિશન પણ શરૂ થઈ ગયા છે જેમાં એક તરફ દીદાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ રોડ ખાતે આવેલા શોરૂમમાં હેલ્ડલુમ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દીદાર એક્ઝિબિશનમાં માત્ર આમંત્રિત લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. દીદારમાં સમગ્ર વિશ્વના ડિઝાઈનર્સ જોડાયા હતા અને પોતાની અવનવી ડિઝાઇન્સ એક્ઝિબિટ કરી હતી. આ એક્ઝિબિશનમાં બ્રાઇડલ સેટ અને હોમ ડેકોર પ્રોડક્ટ્સ પણ એક્ઝિબિટ કરવામાં આવી હતી. ભૃગેશ ભટ્ટ દ્વારા આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.

હેન્ડલુમ એક્ઝિબિશન વિશે વાત કરતા પંકજ અને નીલા પારેખે કહ્યું કે, ‘સાડીઓ, જેમ કે બનારસી, કાંજીવરમ, ગુજરાતના સ્પેશિયલ પટોળા અને કચ્છી બાંધણી, રિયલ સાઉથ સિલ્ક, બનારસી ચાળિયા-ચોળી, પંજાબી શૂટપીસ, કચ્છી બાંધણી, ફ્લોરલ લહેંગા વગેરે અનેક વસ્તુઓ એક જ છત નીચે મળી રહેશે. આ એક્ઝિબિશનમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર અને સેનેટાઇઝર વગેરેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...