તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો વોર્ડ શરુ થશે:માર્ચ 2020થી શરુ થયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલ બંધ કરવાની કવાયત, બાળ અને ગાયનેક વિભાગનો વોર્ડ શરૂ કરાશે

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • અન્ય દર્દીઓને ઈન્ફેક્શન ના લાગે તે રીતે વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યાં
 • 1200 બેડની હોસ્પિટલમાં માત્ર એક વોર્ડ કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવ્યો

અમદાવાદમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં 1200 બેડની હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ તરીકે સરકારે શરુ કરી હતી. ત્યારથી લઈને હજારો દર્દીઓની આ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે. હવે અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં 1200 બેડની કોવિડ હોસ્પિટલને આગામી 16 ફેબ્રુઆરીથી બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જ્યાં હવે બાળકો તથા ગાયનેક માટેનો વોર્ડ શરુ કરવામાં આવશે. તે ઉપરાંત હજી પણ હોસ્પિટલના અમુક વોર્ડ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત રહેશે.
1200 બેડની હોસ્પિટલના વોર્ડ ઘટાડી દેવાયા હતાં
માર્ચ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં મે મહિના સુધીમાં કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગઈ હતી. જેથી સિવિલ સંકુલમાં આવેલી કેન્સર, કિડની અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓને દાખલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે થોડાક જ મહિનામાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં આ ત્રણેય હોસ્પિટલમાં દર્દીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. 1200 બેડની હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને દાખલ કરી તેમની સારવાર કરવામાં આવતી હતી.

કોરોનાના દર્દીઓ માટે માત્ર એક વોર્ડ કાર્યરત રહેશે
કોરોનાના દર્દીઓ માટે માત્ર એક વોર્ડ કાર્યરત રહેશે

હાલ હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓની સંખ્યા રહે છે
આ દરમિયાન જાન્યુઆરી 2021થી સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વધારાના તમામ વોર્ડ બંધ કરીને સિવિલમાં એક વોર્ડ ચાલુ રાખવામાં આવ્યો હતો. જોકે હજુ દર્દીઓ વધે તેવી દહેશત વચ્ચે આખી 1200 બેડની કોવિડ હોસ્પિટલને કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવી હતી. ત્યારે ફેબ્રુઆરી મહિનાથી હોસ્પિટલમાં 50 આસપાસ દર્દીઓની સંખ્યા રહે છે. ત્યારે આખી 1200 બેડની હોસ્પિટલ આટલા દર્દીઓ માટે ચાલુ રાખવી યોગ્ય નહીં હોવાનું આરોગ્ય વિભાગ અને સત્તાધીશોને લાગ્યું હતું. જેથી આગામી 16મી ફેબ્રુઆરીથી 1200 બેડની કોવિડ હોસ્પિટલને બંધ કરી દેવાનું નક્કી કરાશે. એક વોર્ડ દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
બાળ વિભાગ અને ગાયનેક વિભાગ કાર્યરત કરાશે
1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક વોર્ડ સિવાયના વોર્ડ અન્ય દર્દીઓને ઈન્ફેક્શન ના લાગે તેવી રીતે તૈયાર કરી દેવામાં આવ્યાં છે. અહીં આગામી દિવસોમાં બાળ વિભાગ અને ગાયનેક વિભાગ કાર્યરત કરવામાં આવશે. આમ અંદાજે એક વર્ષ બાદ ફરી 1200 બેડની હોસ્પિટલમાં બાળ અને ગાયનેક વિભાગ શરુ થતાં દર્દીઓને રાહત મળશે.

અન્ય દર્દીઓને સંક્રમણ ના લાગે તે રીતે તમામ વોર્ડ તૈયાર કરાયાં
અન્ય દર્દીઓને સંક્રમણ ના લાગે તે રીતે તમામ વોર્ડ તૈયાર કરાયાં

કોવિડ હોસ્પિટલમાં 50 હજાર દર્દીઓની સારવાર થઈ
કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 1200 બેડની હોસ્પિટલની ઓપીડીમાં 50 હજારથી વધુ દર્દીઓ આવ્યાં હતાં. જેમાંથી 20 હજારથી વધુ દર્દીઓને ઈન્ડોર કરીને તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે સિવિલમાં અંદાજે 1.59 લાખ કોરોના ટેસ્ટ સ્પેશિયલ લેબમાં કરવામાં આવ્યાં હતાં. કોવિડ દર્દીઓની સારવાર માટે 1200 બેડની હોસ્પિટલમાં 1200 ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ સહિત 1700થી વધુ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેતાં હતાં.
અમદાવાદમાં 24 કલાકમાં 59 દર્દીઓ નોંધાયા
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ હવે કાબૂમાં આવી ગયું છે. કોરોના સંક્રમણમાં સતત ઘટાડાને પગલે આજે અમદાવાદ જિલ્લામાં એકેય નવો કેસ નોઁધાયો નથી કે એકેય દર્દીને રજા અપાઈ નથી. જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 59 નવા કેસ અને 59 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં એક દર્દીનું મોત થયું છે અને મૃત્યુઆંક 2,304 થયો છે. 11 ફેબ્રુઆરીની સાંજથી 12 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 59 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 59 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 61,676 થયો છે. જ્યારે અત્યાર સુધી 58,803 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો