તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને લીધે નિર્ણય:GST રિટર્ન પરની લેટ ફી અને પેનલ્ટીમાંથી મુક્તિ, 15 દિવસમાં રિટર્ન ફાઇલ કરવાનું રહેશે

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કોરોનાને લીધે રિટર્ન ભરવા વધુ મુદત અપાઈ

કોરોના મહામારીને લઇને કેટલાંક શહેરોમાં લોકડાઉન ચાલી રહ્યાં છે. જેને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે માર્ચ-એપ્રિલના રિટર્નની મુદતમાં વધારો કરાયો છે. કેન્દ્રે કોરોના મહામારીને ધ્યાને લઇને જીએસટીમાં લેટ ફી અને ઇન્ટરેસ્ટમાં માફી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 1 મેથી પરિપત્ર કરીને માર્ચ-એપ્રિલ,2021ના રિટર્ન ભરવામાં 15 દિવસનો વધારાનો સમય આપ્યો છે. જે મુજબ કરદાતા અંતિમ મુદતના 15 દિવસમાં રિટર્ન ફાઇલ કરશે તો જીએસટી પર લાગતી લેટ ફી અને પેનલ્ટીમાં માફી મળશે. વધારામાં ભરવાપાત્ર ટેકસ કરદાતાએ અંતિમ મુદત સુધીમાં ન ભર્યો હોય તો તેઓ 15 દિવસમાં ભરી દે તો તેમને વ્યાજમાં માફી મળશે. એટલે કે માર્ચ 2021નું રિટર્ન 5 મે 2021 સુધીમાં અને એપ્રિલ 2021નું રિટર્ન 4 જૂન 2021 સુધીમાં ઇન્ટરેસ્ટ અને લેટ ફી વગર ભરી શકાશે.

રિફન્ડ એપ્લિકેશન માટે પણ વધુ મુદત
જીએસટીઆર-4ની મુદત30 એપ્રિલ હતી, તેને વધારીને 31 મે કરાઇ છે. તેવી જ રીતે રિફંડની એપ્લિકેશન કરવાની, અપીલ કરવાની તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ આપવાની સમયમર્યાદા 30 એપ્રિલ સુધીમાં પૂરી થતી હોય તો તો આ મુદત વાધારીને 31 મે કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો