તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષામાંથી મુક્તિ:ગ્રેજ્યુએશનમાં 50% હશે તો CS એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ દોઢથી બે વર્ષમાં પ્રોફેશનલ કોર્સની પરીક્ષા આપીને હવે સીએની ડિગ્રી મેળવી શકશે

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઈસીએસઆઈ)એ કોઈ પણ વિદ્યાશાખામાં 50 ટકા સાથે ગ્રેજ્યુએશન થયેલા તેમજ કોઈ પણ વિદ્યાશાખામાં (ગમે તેટલા ટકા સાથેના પરિણામ સાથે) પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી મેળવનાર વિદ્યાર્થીને એન્ટ્રન્સ ટેસ્ટ સીસેટ(કંપની સેક્રેટરીઝ એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ)માંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કોઈ પણ ગ્રેજ્યુએશન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી સીસેટના બદલે સીધા જ દોઢથી બે વર્ષમાં એક્ઝિક્યુટિવ તેમજ પ્રોફેશનલ કોર્સની પરીક્ષા આપીને સીએસની ડીગ્રી મેળવી શકશે.

સીએસ ઈન્સ્ટિટ્યૂટ કાઉન્સિલની 227મી બેઠકમાં સીસેટ-એન્ટ્રન્સ ટેસ્ટના બદલે સીધા જ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ કોર્સમાં રજિસ્ટ્રેશન માટે આ મહત્ત્વપૂર્ણ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આ નિર્ણય કરાયો છે.

ગત વર્ષે એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ થઈ હતી
કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયામાં અગાઉ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ, પ્રોફેશનલ એમ ત્રણ અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હતી, પરંંતુ ગયા વર્ષથી સીએસ ફાઉન્ડેશન કોર્સ બંધ કરીને તેના સ્થાને પ્રવેશ પરીક્ષા સીસેટ શરૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...