એનાલિસિસ:એપ્રિલ-મેમાં વધુ પડતી ગરમી પડવાને લીધે સરેરાશ કરતાં 40 ટકા સુધી મૃત્યુદર રહે છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અલ્પેશ ભટ્ટ
  • કૉપી લિંક

અમદાવાદમાં આ વખતે હીટવેવનું વહેલું આગમન થઈ ગયું છે. હીટવેવને કારણે દર વર્ષે મેમાં મૃત્યુદર સરેરાશ કરતાં 5થી 40 ટકા જેટલો વધી જાય છે. 2010થી 2019 સુધીના મૃત્યુદરના ડેટાનું એનાલિસિસ કરીએ તો મેમાં અન્ય મહિનાઓની સરખામણીએ સરેરાશ મૃત્યુદર 5થી માંડી 40 ટકા સુધી વધુ નોંધાયો છે. હીટવેવ દરમિયાન ગરમીનો પારો 43થી ડિગ્રીથી ઉપર પહોંચે ત્યારે મૃત્યુનું પ્રમાણ વધુ નોંધાય છે. અમદાવાદમાં મે દરમિયાન ગરમીનો પારો ઘણી વખત 45 ડિગ્રી કે તેથી ઉપર જતો હોય છે. જેને લીધે સરેરાશ મૃત્યુદર ઊંચો આવે છે.

શહેરમાં લગભગ 20 વર્ષ પછી એપ્રિલમાં જ મે મહિના જેવી ગરમી સાથે હીટવેવનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી ફરી હીટવેવ આવશે અને ફરી એકવાર તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન નિષ્ણાતોના મતે ક્લાઈમેટ ચેન્જની અસરોથી હીટવેવનું જોર વધ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર દર વર્ષે ઉનાળામાં હીટવેવ સતત બેથી ત્રણ દિવસ ચાલતો હોય છે, પરંતુ આ વખતે તે સાતથી આઠ દિવસનો બની ગયો છે.

હવામાન નિષ્ણાત અંકિત પટેલના જણાવ્યા મુજબ 20 વર્ષના ગાળા પછી ઉનાળાની શરૂઆતથી જ હીટવેવમાં વધારો થયો છે. એન્ટી સાઈક્લોનિક સરક્યુલેશનને વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટવાથી ઉપરના લેવલના ગરમ પવનો સીધા જમીન તરફ આવે છે, અને પવનની ગતિ ઓછી રહેતા ગરમીમાં અસહ્ય વધારો થાય છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર જેટલું જ 41.5 ડિગ્રી નોંધાયું હતું.

કયાં કેટલી ગરમી

અમદાવાદ41.5
સુરેન્દ્રનગર42.5

કંડલા અને અમરેલી

42
રાજકોટ41.9
ગાંધીનગર41.4
ભુજ41
અન્ય સમાચારો પણ છે...