સાવધાન:જિમમાં વધુ પડતી કસરત, અચાનક યોગ શરૂ કરવાથી સ્પાઈનની ઈજામાં 20 ટકાનો વધારો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 15થી 20 વર્ષના સગીર અને યુવકોમાં કરોડરજ્જુની તકલીફના કેસની સંખ્યામાં વધારો થયો
  • દર મહિને 5 જિમ ટ્રેનર, 15થી 20 પોલીસ કર્મચારીઓ સ્પાઈન સહિતની ફરિયાદો સાથે આવી રહ્યા છે

16 ઓકટોબરને ‘વર્લ્ડ સ્પાઇન ડે’ તરીકે ઊજવવામાં આવે છે. હાલની લાઈફસ્ટાઈલને જોતા ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. જે મુજબ જિમમાં વધુ કસરતને લીધે, તેમજ અચાનક યોગા-આસનો શરૂ કરવાથી 15થી 25 વયના લોકોમાં કરોડરજ્જુની ઇજાની તકલીફમાં 20 ટકાનો વધારો થયો છે, એટલું જ નહિ દર મહિને પાંચ જેટલા જિમ ટ્રેનરથી લઇને 15થી 20 પોલીસમેન પણ કરોડરજ્જુની ઇજાને લીધે શરીરનું બેલેન્સ ગુમાવવાથી લઇને ખરાબ થયેલાં બોડી પોશ્ચરની સારવાર લેતા હોવાનું જાણીતા સ્પાઇન સર્જન જણાવે છે.

દર મહિને 5 જિમ ટ્રેનરની ફરિયાદ
શહેરની એક ખાનગી હોસ્પિટલના ડાયરેક્ટર અને સ્પાઇન સર્જન ડો.ભરત દવે જણાવે છે કે, જિમ અને યોગા-આસનો કરતાં 15થી 20 વર્ષના યુવાઓમાં કરોડરજ્જુની ઇજાની તકલીફો થઈ રહી હોય તેવા કેસમાં વધારો થયો છે. જિમમાં કસરત કરવા જતાં યુવાઓની સાથે દર મહિને પાંચ જિમ ટ્રેનર અને પીએસઆઇની પરીક્ષા માટે રનિંગ કરતાં 15થી 20 જેટલાં પોલીસમેન કરોડરજ્જુની વિવિધ સમસ્યા માટે સારવાર લેવા માટે આવી રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખીને હોસ્પિટલમાં સ્પાઇન હેલ્થ ચેકઅપ શરૂ કર્યું છે. સ્પાઇન હેલ્થ ચેકઅપમાં એક્સ-રે અને એમઆરઆઇ કરીને શરીરનું પોશ્ચર અને બેલેન્સથી લઇને કરોડરજ્જુની તમામ તકલીફોનું વહેલું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

છેલ્લા 3 વર્ષમાં 3 હજાર જેટલી સર્જરી થઈ
સ્પાઇન સર્જરી કરતા પહેલા કેડેવરિક વર્કશોપમા અમે ખાસ જર્મનીથી હ્યુમન બોડી જેવા પ્લાસ્ટિકના સ્પાઇન મોડલ મગાવ્યા છે, જેને દર્દીની સ્પાઇનની તકલીફ પ્રમાણે તૈયાર કરી અમારા ડોકટર્સ મોડેલ પર પ્રેક્ટિસ કરે છે. તેમજ સર્જરી દરમિયાન સિટી સ્કેન મશીન, નેવિગેશન ટૂલ્સથી ખોપરીના નીચેના ભાગમાં ચોક્કસ જગ્યાએ આસાનીથી 4 મિમીના કોરિડોરમાં 3 મિલિમીટરનો સ્ક્રૂ નાંખી શકાય છે, છેલ્લાં 3 વર્ષમાં આ પ્રકારના 3 હજાર જેટલા સફળ કેસની સાથે હવે ટ્યૂમરની સર્જરી પણ આસાનીથી થાય છે.

અન્ય સમાચારો પણ છે...