• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Except For The Board Of Standard 9 To 12, The Examination Papers Will Be Issued Only By The Schools; This Rule Will Be Applicable To The First second Examination Of Standard 10, 12

GSEBનું આયોજન:ધોરણ 9થી 12ની બોર્ડ સિવાયની પરીક્ષાના પેપર સ્કૂલો જ કાઢશે; ધોરણ 10,12ની પહેલી-બીજી પરીક્ષાને આ નિયમ લાગુ પડશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ધો.9, 11ની વાર્ષિક પરીક્ષાના પેપર પણ સ્કૂલ લેવલેથી નીકળશે

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)એ ધોરણ 9થી 12ની પ્રથમ, દ્વિતીય પરીક્ષા તેમજ તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ કાઢવા માટેની સૂચના આપી છે. આ ઉપરાંત ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ, એસવીએસ કક્ષાએ કે ક્યુડીસી કક્ષાએથી નીકળશે. પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા કે એકમ કસોટીના બોર્ડના કે બોર્ડના નામે ફેક પ્રશ્નપત્રો અને અન્ય ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત પ્રશ્નપત્રોના સોલ્યુશન નિયત તારીખ પહેલા સોશિયલ મીડિયા, યુ ટ્યુબ પર વાઈરલ થયા હોવાનુ વારંવાર બોર્ડના ધ્યાનમાં આવતા આ નિર્ણય કરાયો છે.

બોર્ડના સામાન્ય પ્રવાહના નાયબ નિયામક (પરીક્ષા) ડો. અવનિબા મોરીએ આ પરિપત્ર અંગે જણાવ્યું હતું કે,‘ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા કે એકમ કસોટીના બોર્ડના નામે ફેક પ્રશ્નપત્રો અને અન્ય ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત પ્રશ્નપત્રોના સોલ્યુશન નિયત તારીખ પહેલા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

પ્રશ્નપત્રો લીક થઈ જતાં હોવાથી ફેરફાર કરાયો
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં જે તે વિસ્તારની સ્કૂલોના કેટલાક જૂથ કે સ્કૂલ વિદ્યા સંકુલ અંગત સ્વાર્થ માટે ખાનગી પ્રકાશનોના તૈયાર પ્રશ્નપત્રોનો પરીક્ષામાં ઉપયોગ કરતા હતા. જેથી પરીક્ષાની તારીખ પહેલા તે પ્રશ્નપત્રો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ જતા હતા જેને કારણે પરીક્ષાની વિશ્વસનીયતા સામે સવાલ ઊભો થતો હતો.

અન્ય સમાચારો પણ છે...