તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોદકામ:મણિનગર અને રાયપુર તરફ જતાં મુખ્ય માર્ગ પર ખોદકામ થતું હોવાથી વાહનચાલકોને પરેશાની

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોખરા તરફ જતો અનુપમ બ્રિજ બંધ છે તો બીજી તરફ એલજી હોસ્પિટલ અાગળ થઈ અમરાઈવાડી ખોખરા જતો બ્રિજ સાંકડો અને જર્જરિત છે

મણિનગરથી કાંકરિયા થઈ રાયપુર તરફ જતાં મુખ્ય માર્ગ પર ખોદકામને લઈને પોણા ભાગનો રોડ બંધ છે જેના કારણે અહીંથી પસાર થતાં રોજના 40 હજાર જેટલા વાહનચાલકો હેરાન થઈ રહ્યાં છે. એક તરફ ખોખરા તરફ જતો અનુપમ બ્રિજ બંધ છે તો બીજી તરફ એલજી હોસ્પિટલ આગળ થઈ અમરાઈવાડી ખોખરા જતો બ્રિજ સાંકડો અને જર્જરિત છે. આવી સ્થિતિમાં હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી સહિત પૂર્વ તરફ જતાં વાહનચાલકોની સમસ્યાનું નિરાકરણ આવવાને બદલે એક પછી એક સમસ્યા વધતી જ જાય છે. સિદ્ધિ વિનાયક હોસ્પિટલ સર્કલ પાસે ચાલતાં આ ખોદકામને લઈને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે.

ઓફિસ અવર્સમાં આ ખોદકામથી ટ્રાફિકજામ
મણિનગરથી કાંકરિયા થઈને રાયપુર અને આસ્ટોડિયા તરફ જતા આ માર્ગ પર ચાલી રહેલાં ખોદકામને લઈને મારા જેવા આશરે 40 હજાર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફિસ જવાના સમયે તેમજ સાંજે આ ખોદકામના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. વળી આ ખોદકામ 70 ટકા રોડને કવર કરે છે એટલે અવર-જવર કરવામાં તકલીફ પડી રહી છે.-નેલ્સન ક્રિશ્ચિયન

ખોદકામના કારણે ભૂવા અને અકસ્માત વધશે
મણિનગર તથા તેની આસપાસના વિસ્તારોમાં એક ખોદકામ પૂર્ણ થાય ત્યાં બીજે ખોદકામ શરૂ થઈ જાય છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે. ભર ચોમાસે શું હાલ થશે તે વિચારીને ચિંતામાં પડી જવાય છે. આવા ખોદકામો સત્વરે પૂર્ણ નહી કરાય તો જમીન પોચી પડતી જશે અને ભૂવા પડશે અને તેના કારણે અકસ્માત થવાની શક્યતા વધશે. -પૂજા ગવલાણી, સ્થાનિક

આ ખોદકામના કારણે મુશ્કેલી વધી ગઈ છે
કાંકરિયાથી હાટકેશ્વર તરફ જતો અનુપમ બ્રિજ ઓલરેડી બંધ છે જેના કારણો 50 હજાર જેટલા વાહનચાલકોને એલજી પાસેના સાંકડા ઓવરબ્રિજ પરથી જવું પડે છે. તેવામાં આ રોડ પરના આ ખોદકામે વધારાની સમસ્યા ઉભી કરી છે. હજુ બ્રિજની સમસ્યા તો યથાવત જ છે અને રોડ પર ખોદકામ શરૂ થઈ ગયા છે જેથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. -અશ્વિની વાનખેડે, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...