તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં કોરોનાની મહામારીની અસર સરકારી ભરતી પ્રક્રિયા પર પડી રહી છે. પી.એસ.આઈ કેડરની શારીરીક કસોટી એપ્રિલ-2021માં લેવામાં આવવાની હતી તેમ અગાઉ જણાવવામાં આવેલ હતું. જોકે કોવિડ-19ની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલી છે. આ વાતની જાણકારી Ojas વેબસાઈટ પર આપવામાં આવી હતી અને હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
એપ્રિલમાં યોજાવાની હતી પરીક્ષા
કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી. જોકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે. જાણકારી મુજબ અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પી.એસ.આઈ કેડર ભરતી-2021ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવેલી છે.
કુલ 1382 પદ માટે ભરતી
ગુજરાત પોલીસમાં કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે 98 પદ છે. હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ)18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) 659, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) 324 આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.
10મી એપ્રિલે માહિતી ખાતાની પરીક્ષા
માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી માટે આગામી 10મી એપ્રિલે પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં આઠ હજાર કરતાં પણ વધારો ઉમેદવારો પરીક્ષા આપવાના છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાશે. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાશે.
અગાઉ પરીક્ષાની તારીખો બદલવામાં આવી હતી
તે ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને જોતાં જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી હતી. જેમાં પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા અગાઉ 4 એપ્રિલે યોજાવાની હતી. જેની તારીખમાં ફેરફાર થતાં હવે તે 18 એપ્રિલે યોજાશે. નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા અગાઉ 18 એપ્રિલે યોજાવાની હતી. જે હવે 9મી મેના રોજ યોજાશે. આ સિવાયની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ મે મહિનામાં યોજાઈ રહી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.