તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આવતીકાલે માસ પ્રમોશનથી સંતુષ્ટ ન થનાર 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરિક્ષા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. માસ પ્રમોશનના બાદ જાહેર થયેલ પરિણામથી અનેક વિદ્યાર્થીઓ નારાજ હતા જેથી શિક્ષણ વિભાગ દ્વારા માસ પ્રમોશન ની સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પુન પરીક્ષા યોજવાનું નક્કી કર્યું હતું.

માસ પ્રમોશન થી સંતુષ્ટ ન હોય તે વિદ્યાર્થીઓની માર્કશીટ જમાં કરવામાં આવી હતી અને જમાં કરાવનાર વિદ્યાર્થીઓની જ પુનઃ પરીક્ષા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે આવતી કાલથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરિક્ષા શરૂ થશે.સવારે 11 વાગે ભૌતિક શાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે જે બાદ બપોરે 3 વાગે અંગ્રેજી ભાષાની પરીક્ષા યોજવામાં આવશે..સામાન્ય પરીક્ષાની જેમ નક્કી કરેલ કેન્દ્ર પર પરીક્ષા યોજાશે.આ પરીક્ષાનું પરિણામ જ ફાઈનલ પરિણામ ગણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...