આયોજન:બુધવારથી યુજીના સેમ-5, પીજીના સેમ-3ની પરીક્ષા; 1 લાખ વિદ્યાર્થી યુનિ.ની પરીક્ષા આપશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બીએ, બીકોમ, એમએ-એમકોમ એક્સટર્નલ પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન વિન્ટર એક્ઝામિનેશનનો 24મી નવેમ્બરથી પ્રારંભ થશે. આ પ્રથમ તબક્કાની પરીક્ષા અંતર્ગત સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની યુજી સેમેસ્ટર- પાંચ તેમજ પીજી સેમેસ્ટર ત્રણની પરીક્ષા યોજાશે. આશરે એક લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.

24મી નવેમ્બર, બુધવારથી શરૂ થતી પરીક્ષા લગભગ દશ દિવસ સુધી ચાલશે. તે પછીથી ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સ્નાતક કક્ષાની વિવિધ યુજી લેવલની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા લેવાશે.

એક્સટર્નલ પરીક્ષા માટે પણ આજથી ફોર્મ ભરાશે
યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પિયુષચંદ્ર પટેલે જણાવ્યું હતુ કે,‘જાન્યુઆરી 2022ની બીએે, બીકોમ તેમજ એમએ, એમકોમ સેમેસ્ટર-1( ફ્રેશ, રિપીટર)ની એક્સટર્નલ પરીક્ષાના આવેદનપત્રો, સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી 22 નવેમ્બરથી મેળવી શકાશે. વિદ્યાર્થીએ ડાઉનલોડ કરેલા ફોર્મની પ્રિન્ટ, દસ્તાવેજો અને ફી સાથે પોસ્ટ ઓફિસ ખાતે 22થી 31મી નવેમ્બર સુધીમાં વેબસાઈટ પર મૂકેલ ફોર્મ સ્વીકારવાના સમયગાળા મુજબ જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...