તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:કોરોનાને કારણે મોકૂફ રખાયેલી GTUની ફાઈનલ પરીક્ષા આજથી શરૂ, પહેલા દિવસે 99% થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ - Divya Bhaskar
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ
  • GTUની ઓનલાઈન પરીક્ષામાં પ્રથમ દિવસે 99.14% વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા આપી.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ) દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર 1 અને 2ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજરોજથી કરવામાં આવ્યો છે. કોવિડ-19ના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ‌ કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય તથા તેમના અભ્યાસને પણ કોઇ પણ પ્રકારની હાની ના પહોંચે તેની સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે તમામ શાખાઓ માટે ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવેલ છે. જીટીયુ‌ના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન.ખેરે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

99.14 ટકા વિદ્યાર્થીઓએ પહેલા દિવસે પરીક્ષા આપી
આજ રોજ સેમેસ્ટર 1 અને 2ની પરીક્ષાના પ્રથમ દિવસે જ ડિગ્રીના 99.14% અને‌ ડિપ્લોમાના 98.79% વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી. કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ, લેપટોપ‌ અને ડેસ્કટોપ જેવા ઉપકરણો દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી છે. આગામી દિવસોમાં અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાશે. જેનાથી જીટીયુમાં અભ્યાસ કરતાં અન્ય રાજ્યોના અને વિદેશી વિદ્યાર્થીઓ તેમના વતનમાં રહીને ઓનલાઈન પરીક્ષા આપી શકશે.

GTUએ બહાર પાડેલું સર્ક્યુલર
GTUએ બહાર પાડેલું સર્ક્યુલર

GTUમાં ઓનલાઈન પરીક્ષા
આજથી GTUની BE સેમિસ્ટર 1 અને 2ના રેગ્યુલર તથા રીમિડીયલ વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા શરૂ થઈ છે. કોરોનાને કારણે પરીક્ષા ઓનલાઇન શરૂ થઈ છે. ઓનલાઇન પરીક્ષામાં કોઈ ખામી ના આવે તે માટે અગાઉ 27 એપ્રિલે ઓનલાઇન પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટ પણ લેવામાં આવી હતી. આજથી શરૂ થયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને 1 કલાક જેટલો સમય આપવામાં આવ્યો છે. 11:30 વાગ્યાથી 12:40 સુધી પરીક્ષા ચાલશે.

13 મેથી પણ અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે
આજથી શરૂ થયેલ પરીક્ષા બાદ હવે 13 મે થી પણ અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. એક સાથે વધુ સંખ્યામાં ઓનલાઇન પરીક્ષા યોજવી શક્ય ના હોવાને કારણે હવે 13મેથી બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. આમ 2 તબક્કામાં GTUની ઓનલાઇન પરીક્ષા લેવાશે. અગાઉ PGના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી માટે હવે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી શરૂ થઈ છે. કોરોનાને કારણે પરીક્ષા 1 મહિના કરતાં વધુ સમય મોડા યોજાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો