તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુુજરાત યુનિવર્સિટી:સર્વરમાં ખામીને લીધે B.Com સેમ5ની પરીક્ષા 30 મિનિટ લેટ

અમદાવાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રજિસ્ટ્રાર-પરીક્ષા નિયામકે ફરિયાદ ન સાંભળી

ગુજરાત યુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર-5ની મેનેજમેન્ટ માર્કેટિંગ વિષયની ઓનલાઈન પરીક્ષા દરમ્યાન સર્વરમાં ખામી સર્જાતા પરીક્ષા 30 મિનિટ મોડી શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓએ ઓનલાઈન 4.45 કલાકે લોગ ઈન થવાનું હતું, પરંતુ ઓનલાઈન સર્વરમાં ટેક્નિકલ ખામીથી 30 મિનિટનો વિલંબ થયો હતો.

વિદ્યાર્થીઓએ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને એનએસયુઆઈના પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદને રજૂઆત કરી હતી.જેના કારણે તેમણે આ આ અંગે ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરી હતી.

વિદ્યાર્થીઓએ જેવું લોગઈન કર્યુ કે તરત ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રજૂઆતોને ફરિયાદો પછી છેવટે સર્વર ફરી ચાલુ થયું હતું. એનએસયુઆઈના પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદે ગુજરાત યુનિવર્સિટીના વલણની ટીકા કરતાં જણાવ્યું હતું કે,‘બીકોમ સેમેસ્ટર-5માં માર્કેટિંગ મેનેજમેન્ટની પરીક્ષાનો સમય 4.45નો હતો, પરંતુ સર્વર ડાઉન હોવાથી પરેશાન વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાની પણ તસ્દી ન લીધી હોવાનો વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો હતો. બાદમાં યુવક કોંગ્રેસ દ્વારા કલ્પેન વોરાને ટેલિફોનિક રજૂઆત કરતા સમસ્યા દૂર કરી સર્વર ચાલુ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો