ઘરકંકાસ:અમદાવાદમાં માત્ર પાંચ હજાર આપવાની ના પાડતાં પતિ પર પૂર્વ પત્ની, દીકરી અને જમાઈનો હુમલો, કપડાં ફાડી પાઇપથી માર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • દશામાના વ્રત દરમિયાન પૈસા ન આપતાં ઉશ્કેરાયેલી પૂર્વ પત્ની-દીકરીએ જાહેરમાં હાથાપાઈ કરી
  • ઈજાગ્રસ્ત પતિએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં પારિવારિક ઝગડાઓના કિસ્સાઓ તેમજ સાસરિયાં દ્વારા પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પ્રહલાદનગર ગાર્ડન પાસે છૂટાછેડા લીધેલી પત્નીએ દશામાના વ્રતના પાંચ હજાર લેવા માટે પૂર્વ પતિને બોલાવ્યો હતો. ગાર્ડન પાસે આવતાં જ પતિએ કહ્યું હતું કે તેની પાસે પૈસા નથી. ત્યારે પૂર્વ પત્નીએ ઉશ્કેરાઈને રોડ ઉપર જ પતિના કપડાં ફાડી નાખ્યાં હતાં. એ ઉપરાંત દીકરી અને જમાઈએ પણ પાઈપ વડે હાથ અને પગ પર ફટકા મારવા માંડયા હતા. પતિએ આ મુદ્દે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પતિ પાસે પૈસા માગતી હતી ( પ્રતીકાત્મક તસવીર)
છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પતિ પાસે પૈસા માગતી હતી ( પ્રતીકાત્મક તસવીર)

માતા અને દીકરીએ પિતાનાં કપડાં ફાડ્યાં
ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તે પૂર્વ પત્ની અને દીકરી તથા જમાઈ સાથે રહે છે તેમજ પાણીપૂરીની લારી લગાવીને વેપાર કરે છે. ગત 21 તારીખે તેની પર પૂર્વ પત્નીનો ફોન આવ્યો હતો. પત્નીએ તેને પ્રહલાગનગર પાસેના ઔડા ગાર્ડન પાસે બોલાવ્યો હતો. આ દરમિયાન ત્યાં પત્ની સહિત દીકરી અને જમાઈ પણ હાજર હતાં. તેમણે મારી પાસે દશામાના વ્રત દરમિયાન પાંચ હજાર રૂપિયા નહીં આપેલા હોવાથી ફરીવાર માગ્યા હતા. મેં તેમને મારી પાસે પૈસા નહીં હોવાનું જણાવતાં જ પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી અને બીભત્સ ગાળો બોલીને હાથાપાઈ કરવા માંડી હતી. તેણે જાહેરમાં રોડ પર જ મારાં કપડાં ફાડી નાખ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

જમાઈએ પાઈપથી માર માર્યો
આ દરમિયાન જમાઈ અને તેમની સાથે આવેલા એક અન્ય શખસે રિક્ષામાંથી પાઈપ કાઢીને મારા હાથ અને પગ પર માર માર્યો હતો. દીકરીએ પણ ગાળો બોલીને મારાં કપડાં ખેંચી નાખ્યાં હતાં. આ દરમિયાન મારી સાથે આવેલા મિત્રોએ વચ્ચે પડીને મને બચાવ્યો હતો અને 108માં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ફરિયાદના આધારે આનંદનગર પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...