સૈનિકોની હક માટે લડત:પોતાની પડતર માંગને લઈને માજી સૈનિકો દ્વારા શાહીબાગથી સચિવાલય સુધી સૈનિક સન્માન યાત્રા નીકળશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિમાવત જીતેન્દ્રની તસવીર - Divya Bhaskar
માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિમાવત જીતેન્દ્રની તસવીર
  • છેલ્લા 4 વર્ષથી લડત ચાલતી હોવા છતાં સૈનિકોના પ્રશ્ને કોઈ નિર્ણય નથી લેવાયો
  • સૈનિક સન્માન યાત્રામાં સમગ્ર ગુજરાતમાંથી 10 હજારથી વધુ પરિવાર જોડાશે

રાજ્યમાં માજી સૈનિક અને શહીદોના પરિવારના હક્કને લઈને ઘણા લાંબા સમયથી સૈનિકોની લડત ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં માજી સૈનિકો દ્વારા પોતાના હકને લઈને લડત ઉગ્ર કરવામાં આવશે. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા 6 જૂનના રોજ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 6 જૂનના રોજ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા શહીદ સ્મારકથી ગાંધીનગરના સચિવાલય સુધી માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા એક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 10 હજારથી વધુ સૈનિક પરિવારો જોડાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સૈનિકો દ્વારા છેલ્લા 4 વર્ષોથી પોતાની માગણીઓને લઈને લડત આપવામાં આવી રહી છે, જોકે હજુ સુધી તેનો કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે માજી સૈનિકો આગામી સમયમાં ઉગ્ર લડત શરૂ કરી રહ્યા છે.

ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિમાવત જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, અમે અમારા 14 મુદ્દાઓને લઈને છેલ્લા 4 વર્ષથી સરકારને ઘણી રજૂઆતો કરી છે અને રૂબરૂ પણ મળ્યા છીએ. પણ સરકાર દ્વારા આનું કંઈ નિરાણકર લાવવામાં આવ્યું નથી અને જ્યારે સચિવાલય ખાતે રેલીનું આયોજન કર્યું ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ મુલાકાત લઈને 10 દિવસમાં મુદ્દાનું નિરાકરણ લાવવાનો સમય આપ્યો હતો. પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી અમે 6 જૂનથી એક સૈનિક સન્માન યાત્રાનું આયોજન કર્યું છે.

શું છે સૈનિકોના પ્રશ્નો?
શહીદ પરિવારના પ્રશ્નો છે કે હાલ ગુજરાત સરકાર પરિવારને 1 લાખ આપે છે, અમારી માંગ 1 કરોડ આપવાની છે. અન્ય રાજ્યોમાં 50 લાખ અને 1 કરોડ આપે છે, ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. માજી સૈનિકોના પ્રશ્નો છે તેમાં 10 ટકા અનામત, ખેતીની જમીન, માજી સૈનિક નિવૃત્ત થાય ત્યારે હથિયાર લઈને આવે તો તે રિન્યૂ નથી થતા આવા પ્રશ્નોને લઈને અમારી લડત છે.

અન્ય સમાચારો પણ છે...