તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઈમ:પૂર્વ પતિએ યુવતીની તસવીર અપલોડ કરી બીભત્સ કોમેન્ટ કરી. સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રેમલગ્ન બાદ 6 મહિના જ સમયગાળામાં જ બંનેના છૂટાછેડા થયા હતા

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં નાના ચીલોડામાં રહેતી યુવતીનો ફોટો અપલોડ કરી બીભત્સ કોમેન્ટ કરનાર શખસના વિરૂદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોસ્ટ કરનાર તેનો પૂર્વ પ્રેમી અને પતિ છે. બંનેનએ પ્રેમલગ્ન કર્યા હતા પરતું બાદમાં 6 મહિના સમયગાળાની અંદર જ છૂટાછેડા થઈ ગયા હતા.

6 મહિના પહેલા પ્રેમલગ્ન થયા, મતભેદ થતાં છૂટછેડા
અમદાવાદના નાના ચિલોડા ખાતે રહેતી 25 વર્ષીય યુવતીએ નિકોલ સાથે રહેતા યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે બંન્ને વચ્ચે મતભેદ થતાં બંન્ને છુટાછેડા લઈ લીધા હતા. તેમ છતાં પણ તેનો પ્રેમી તેને મનાવવા માટે અનેક વાર ફોન તથા મેસેજ કરતો હતો. પરંતુ યુવતીએ તેની સાથે કોઈ વાત કરી ન હતી. દરમિયાન યુવતિના પરિવારે એક યુવક સાથે તેના લગ્ન નક્કી કર્યા હતા. ત્યારે પ્રેમી યુવતિને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે છતાં યુવતી માની ન હતી.

યુવતીના બનેવીએ જાણ કરી ત્યારે ખબર પડી
થોડા દિવસો વિતી ગયા ત્યારે યુવતીના જીજાજી તેના ઘરે આવ્યા અને જણાવ્યું હતું કે, ફેસબુક પર રાજેશ પટેલ નામની આઈડી ધારકે તારા ફોટો અપલોડ કર્યો છે અને નીચે પ્રેમી સાથે દગો કર્યો છે તેવી બીભત્સ કોમેન્ટ પણ કરી છે. આ અંગેની જાણ થતા યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેસબુક પર ફેક આઈડી બનાવીને યુવતીના લગ્ન ન થાય તે માટે પોસ્ટ કરી બીભત્સ કોમેન્ટ કરી છે. આ અંગે યુવતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો