ધમકી:અમદાવાદના સેટેલાઈટમાં ખાનગી નોકરી કરતી યુવતીની પૂર્વ પ્રેમીની ધમકી, નોકરી કરીશ કે ઘર બહાર નીકળીશ તો જાનથી મારી નાખીશ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂર્વ પ્રેમીએ અને તેના મિત્રએ યુવતીનું અપહરણ કરી મારમારી ધમકી આપતા ફરીયાદ
  • આનંદનગર પોલીસે બે શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી

સીટીએમમાં રહેતી યુવતીને તેના પૂર્વ પ્રેમી અને તેના મિત્રએ કારમાં અપહરણ કરી સરખેજ લઈ જઈ મારઝૂડ કરીને હવે જો નોકરી કરીશ કે ઘરની બહાર નીકળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને યુવતીને તેના ઘર પાસે કારમાંથી ઉતારી દીધી હતી. આ અંગે યુવતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રેમી અને તેના મિત્રના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, ધાકધમકી સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

શહેરના સીટીએમમાં રહેતી અને સેટેલાઈટમાં એક એક કંપનીમાં કામ કરતી 24 વર્ષીય યુવતી સાંજના સમયે નોકરીથી છૂટીને ઘરે જવા માટે નીકળી હતી. તે વખતે ઘનશ્યામસિંહ રાજપૂત એક કાર લઈને ત્યાં આવ્યા હતા અને યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં ધક્કો મારી બેસાડી દીધી હતી. બાદમાં હિતેશ અને તેનો મિત્ર રાજેશ મરાઠી બંને સરખેજ લઈ ગયા હતા અને મારઝૂડ કરવા લાગ્યા હતા.

આ બંને યુવતીને તેના ઘર પાસે લઈ ગયા હતા અને હવેથી ઘરમાંથી બહાર નીકળતી નહીં અને નોકરી છોડી દેજે નહીંતર મારી નાખીશ તેવી ધમકી આપીને બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. બીજી બાજુ ઈજાગ્રસ્ત અને ગંભરાઈ ગયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં યુવતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામસિંહ અને તેના મિત્ર રાજેશ મરાઠીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી જ્યારે અભ્યાસ કરતી હતી, તે વખતે ઘનશ્યામનો સંપર્ક થયો હતો. બાદમાં ઘનશ્યામ સાથે વાતો કરવા લાગી અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જેથી અવાર નવાર ઘનશ્યામ યુવતીને લેવા અને મુકવા આવતો હતો. જોકે, એક દિવસ યુવતીને જાણવા મળ્યું હતું કે, ઘનશ્યામ પરણિત હતો અને તેને બે દીકરા પણ હતા. જેથી યુવતીએ ઘનશ્યામ સાથેના પ્રેમસંબંધ તોડી નાખ્યા હતા. જેથી અદાવત રાખીને ઘનશ્યામ અને તેના મિત્રએ યુવતીનું અપહરણ કરી મારઝૂડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...