ધરપકડ:અમદાવાદમાં બદલો લેવા એક્સ બોયફ્રેન્ડે એડલ્ટ એકાઉન્ટ બનાવી યુવતીના ફોટા બિભત્સ લખાણ સાથે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા, આરોપીની ધરપકડ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટાગ્રામમાં એક એડલ્ટ એકાઉન્ટ બનાવી તેમાં યુવતીના ફોટા બિભત્સ લખાણ સાથે અપલોડ કરનાર યુવકની સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવક અને યુવતી વચ્ચે એક સમયે ગાઢ મિત્રતા હતી, પરંતુ મિત્રતા તૂટ્યા બાદ બદલો લેવાની ભાવનાથી યુવકે યુવતીના ફોટા ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતા. યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુનિવર્સિટીની પરીક્ષામાં મિત્રતા કેળવાઈ હતી
બનાવની વિગતો એવી છેકે, 21 વર્ષીય યુવક મોઇન મકસુદભાઈ પીપાડવાલા 4190 ભાટીયા ગલી, નાડીયાવાડ ગોલ લીમડામાં રહે છે. ફરિયાદી યુવતી અને મોઇન યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. પરીક્ષા દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જોકે કોઇ વાતને લઇને બન્ને વચ્ચે મનદુઃખ થતાં યુવતીએ યુવક સાથે મિત્રતા તોડી નાંખી હતી. જેનો બદલો લેવા માટે યુવકે ઇન્સ્ટાગ્રામમાં એક એડલ્ટ એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં યુવતીના ફોટા અપલોડ કર્યા હતા અને સાથે બિભત્સ લખાણો પણ લખ્યા હતા. જેની જાણ થતાં યુવતીએ આ અંગે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મોઇને કબુલ્યું હતું કે આ ફોટા તેણે જ અપલોડ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...