સુનાવણી:નળ સરોવર, ધોલેરામાં પ્લોટના વેચાણમાં બધું જ ખોટું થયું : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ હોલ્ડરોએ છેતરપિંડીની અરજી કરી હતી

નળ સરોવર અને ધોલેરામાં કેટલાક પ્લોટમાં છેતરપિંડી કરી હોવા મામલે પ્લોટ હોલ્ડરો દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. તેમા એવી રજૂઆત કરાવામાં આવી હતી કે, પ્લોટ ખરીદી અને એડવાન્સ રકમ ડિપોઝિટ કર્યા બાદ પણ પઝેશન મળ્યું નથી. પ્લોટ હોલ્ડર સાથે છેતરપિંડી કરાઇ છે. આ અંગેની સુનાવણી જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઇ હતી. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, માત્ર છેતરપિંડી નહી બધું ખોટું જ થયુ છે. અહીં ટેન્ડર પ્રક્રિયામાં પણ બહુ મોટું કૌભાંડ ચાલે છે. આ અંગે જરૂરી દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટમાં અરજી કરી એવી રજૂઆત કરાઇ છે કે, તેમણે પ્લોટ ખરીદતી વખતે નક્કી કરેલી રકમ એડવાન્સમાં ભરી દીધી હતી. બાકીની રકમ થોડા વર્ષો માટે હપ્તાથી ભરવાની હતી જયારે તમને પ્લોટનું પઝેશન 2018માં મળવાનું હતું, પરતું તે સમયે દસ્તાવેજોમાં જણાવ્યા પ્રમાણે જેટલું ક્ષેત્રફળ હતું તેના કરતા ઓછા ક્ષેત્રફળની જગ્યા ફાળવવામાં આવી. ઉપરાત સમય મર્યાદામાં પઝેશન પણ આપવામાં આવ્યું નહોતું. આ સાથે 7 અરજદારો પૈકી કેટલાકે એવી પણ ફરિયાદ કરી હતી કે તેમણે ત્રિકોણમાં લીધેલા પ્લોટની માપણીમાં પણ છેતરપિંડી કરવામાં આવી છે. ડાઉન પેમેન્ટ તરીકે આપેલી રકમમાં પણ તફાવત જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...