કોરોના ઈફેક્ટ:ફર્નિચર ડેમોથી બુકિંગ સુધી બધું ઘરેથી થાય તેવી સુવિધા ઉભી થશે

અમદાવાદ3 વર્ષ પહેલાલેખક: ધ્રુવી શાહ
  • કૉપી લિંક
કસ્ટમરને ત્યાં લઈ જવાની ખુરશી તૈયાર થઈ રહી છે. - Divya Bhaskar
કસ્ટમરને ત્યાં લઈ જવાની ખુરશી તૈયાર થઈ રહી છે.
  • જરુરી પ્રિકોશન સાથે ફર્નિચર એસોસિએશન અને શો રૂમ પણ સજ્જ થઇ રહ્યા છે
  • 1250 મેનુફેક્ચરિંગ યુનિટ અને 450 શો રૂમ મળીને અમદાવાદમાં કુલ 1700 ફર્નિચર આઉટલેટ આવેલા છે
  • ડિજિટલ માધ્યમથી દરેક વસ્તુ ગેજેટ દ્વારા બતાવવામાં આવશે

લોકડાઉન ખુલ્યા બાદ કેટલાક ઉદ્યોગ વિભાગોને તેમનું કામ શરુ કરવા પરવાનગી મળી છે. ત્યારે ફર્નિચર ઈન્ડસ્ટ્રીના પણ નાના મોટા યુનિટ શરુ કરવામાં આવ્યા છે. તે બાબતે સિટી ભાસ્કરે કેટલાક ફર્નિચર શો રૂમ અને મેનુફેક્ચરિંગ યુનિટ સાથે વાત કરીને જાણ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફર્નિચર શોપિંગ માટે પણ ઓનલાઈન બુકિંગ અથવા ઘરે બેઠા જ ડેમો બતાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. આ માટે એસોસિએશન દ્વારા કેટલીક ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવી છે. જે મુજબ ખુરશીનો ડેમો ઘરે જ આવીને બતાવવામાં આવશે.
પ્રોડક્ટ કોવિડ ફ્રી હોય તેની ખાતરી કરાશે

  • શોરૂમ સંપૂર્ણ સેનિટાઇઝ કરવામાં આવશે. શો રૂમમાં પ્રવેશતા દરેક કસ્ટમરને ગ્લવ્ઝ તથા માસ્ક આપવામાં આવશે. જેથી કસ્ટમર કોઈ પણ વસ્તુને ટચ કરે તો પ્રોડક્ટ ઇન્ફેક્ટેડ ન થાય.
  • કસ્ટમર અને સેલ્સમેન વચ્ચે બે મીટર દૂરીનું ધ્યાન રખાશે.
  • દરેક વસ્તુ ડિજિટલી ગેજેટ દ્વારા જ બતાવવામાં આવશે.
  • ઘરે વસ્તુની ડિલીવરી પહેલા પ્રોડક્ટ 100 ટકા કોવિડ ફ્રી હોય તે વાતની ખાતરી કરવામાં આવશે.
  • જે જગ્યાએ કસ્ટમર બેઠા હશે તે સેનિટાઈઝ કરાશે.
  • કુશળ કારીગર કસ્ટમરના ઘરે જઈને માપ લે તેમજ પ્રોડક્ટ પહોચાડે તેવી સુવિધા અપાશે.

(હર્ષદ પટેલ , ડિરેક્ટર , વચાની ફર્નિચર પ્રા. લી ના જણાવ્યા અનુસાર)
એમ્પલોઇ સેમ્પલ સાથે ગ્રાહકના ત્યાં જશે
લોકડાઉન બાદ સાવચેતી રાખીને ફર્નિચરનું બુકિંગ પણ ક્લાયન્ટના ઘરે જઈને કરાશે. એ સાથે જ અમે 20 ઇંચ એટલે કે લગભગ પોણા બે ફૂટની ખુરશી તૈયાર કરી છે. જયારે માણસો બુકિંગ કરવા ઘરે જશે ત્યારે એ ખુરશી લઈને જશે અને તેની પર બેસીને સોફાના સિટિંગ માટે ટ્રાય કરાવાશે. ટ્રાય બાદ ખુરશી તરત જ સેનિટાઈઝ કરવામાં આવશે તેમજ અમારા એમ્પ્લોઇઝ પણ પીપીઈ કિટમાં સજ્જ હશે. -ગૌરવ, ગુરુકૃપા ફર્નિચર 
કારીગરો આવે ત્યારે ટેમ્પરેચર ચેક કરીએ છીએ, સેનિટાઇઝેશન બોક્સ પણ છે

ફર્નિચર મન્યુફેકચરિંગ ઈન્ડસ્ટ્રીની શરૂઆત નવેસરથી કરવી પડશે. આ યુનિટ શરુ કરવાની સરકારે પરવાનગી આપી છે એટલે અમે કારીગરો આવે ત્યારે તેમનું ટેમ્પરેચર ચેક કરીએ છીએ. સેનિટાઈઝેશન બોક્સમાં ક્લીન થાય એટલે ગ્લવ્ઝ અને માસ્ક આપીને કામ કરાવીએ છીએ. -હબીબ અજમેરી, ફર્નિચર એસોસિએશન પ્રેસિડન્ટ

અન્ય સમાચારો પણ છે...