• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Everything Changed In Just 30 Minutes..., Three Seasons In One Day, Intense Heat After 11 Am, Wind With Lightning After 4 Pm, Rain After 5 Pm,

ભાસ્કર લાઈવ રિપોર્ટ:માત્ર 30 મિનિટમાં બધું બદલાઈ ગયું..., એક દિવસમાં ત્રણ મોસમ, સવારે 11 પછી આકરી ગરમી બપોરે 4 પછી વીજળી સાથે પવન સાંજે 5 બાદ વરસાદ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાદરવો ભરપૂર - Divya Bhaskar
ભાદરવો ભરપૂર

શું થયું અચાનક આ 30 મિનિટમાં અને સાધારણ જનજીવન કેવી રીતે હચમચી ગયું , વાંચો આ રિપોર્ટ

આવું અચાનક કેમ થયું... કારણ છે મોનસૂન ટ્રફ. ચોમાસામાં જોવા મળતી આ હંગામી સ્થિતિમાં ગરમીમાં અસાધારણ વધારો થયા બાદ વરસાદ તૂટી પડે છે. મોનસૂન ટ્રફ ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોનના ભાગરૂપે હોય છે જેમાં બે દિશાના પવન ટકરાય છે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદ... અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાટણ, પાલનપુર, દાંતા સહિતના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટ, કચ્છ, આણંદમાં વરસાદ થયો હતો. દાહોદમાં 6 જગ્યાએ વીજળી પડી હતી.

હજુ 14 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર... બંગાળની ખાડીમાં સક્રિય લો-પ્રેશરને કારણે આગામી ચારથી પાંચ દિવસ એટલે કે 14 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર યથાવત્ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે.

અન્ય સમાચારો પણ છે...