વિશ્વ ક્ષય દિવસ:અમદાવાદમાં દર વર્ષે સિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં 30 હજારથી વધુ ટી.બી.ના ટેસ્ટ થાય છે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • CB-NAAT અને TRUENAT મશીન દ્વારા ટેસ્ટીંગના ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે : ડૉ.પ્રણવ પટેલ

24 માર્ચના દિવસને “વિશ્વ ક્ષય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા ટી.બી. જાગૃતી અંગે અને ટી.બી. રોગ પર નિયંત્રણ મેળવીને તેને જલ્દી થી જલ્દી નેસ્તાનબૂદ કરવાની દિશામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ દરમિયાન સિવિલ મેડિસીટીમાં આવેલી ટી.બી.હોસ્પિટલમાં ૩૦ હજાર થી વધુ ટી.બી. દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અત્યાધુનિક હાઇ-ટેક મશીનરીઓના ઉપયોગી આવા દર્દીઓને ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે.

દર્દીઓને અત્યંત મોંધી બેડાક્યુલીન અને ડેલામેનીડ જેવી દવાઓ વિનામૂલ્યે અપાય છે
દર્દીઓને અત્યંત મોંધી બેડાક્યુલીન અને ડેલામેનીડ જેવી દવાઓ વિનામૂલ્યે અપાય છે

દર્દીઓને દર મહિને 500 રૂપિયાની સહાય
દર વર્ષે ગંભીર ટી.બી. રોગની સ્થિત ઘરાવતા 3500 જેટલા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અત્યંત મોંધી બેડાક્યુલીન અને ડેલામેનીડ જેવી અસરકારક દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ટી.બી ગ્રસ્ત દર્દીઓને પોષણ સહાય માટે “નિ:ક્ષય પોષણ યોજના” અંતર્ગત દર મહિને 500 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

30 હજાર થી વધુ ટી.બી. દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે
30 હજાર થી વધુ ટી.બી. દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે

30 હજાર જેટલાં ટીબીના સેમ્પલના ટેસ્ટ
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી સ્ટેટ ટી.બી. ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર(STDC)ના ડાયરેક્ટર ડૉ. પ્રણવ પટેલ જણાવે છે કે, અમારી ટી.બી. હોસ્પિટલની ટીમ દ્વારા સમગ્ર રાજયમાં વર્ષ દરમિયાન ટી.બી. જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. તબીબો દ્વારા વિવિધ કેમ્પનું આયોજન કરીને પણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ટી.બી.ના ટેસ્ટ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન સિવિલ મેડિસીટીમાં આવેલી ટી.બી.હોસ્પિટલમાં 30 હજાર થી વધુ ટી.બી. દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે.

હોસ્પિટલની સંકલિત ટીમ દ્વારા 1 લાખથી વધુ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લઈને કામગીરી હાથ ધરાઈ
હોસ્પિટલની સંકલિત ટીમ દ્વારા 1 લાખથી વધુ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લઈને કામગીરી હાથ ધરાઈ

દર્દીઓને ત્વરીત પરિણામ મળી રહ્યાં છે
રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અત્યાધુનિક હાઇ-ટેક મશીનરીઓના ઉપયોગી આવા દર્દીઓને ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે. રાજ્યના અન્ય જિલ્લાઓ અને તાલુકા સ્તરે અમારી હોસ્પિટલની સંકલિત ટીમ દ્વારા 1 લાખ થી વધુ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લઇને રાજ્ય સરકાર દ્વારા ઉપલ્બધ કરાવેલ અત્યાધુનિક ટેકનોલોજીયુક્ત CB-NAAT અને TRUENAT મશીનમાં ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...