તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ નેટવર્કિંગ મીટ:દરેક મહિલાએ બીજી મહિલાઓને આગળ વધવામાં મદદ કરવી જોઇએ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • #SheUnite ગ્રૂપે બિઝનેસ નેટવર્કિંગ મીટ યોજી

શહેરમાં #SheUnite ગ્રૂપ દ્વારા બિઝનેસ નેટવર્કિંગ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રૂપમાં 30થી વધુ મહિલાઓ જાેડાઈ હતી અને પોતાનાં બિઝનેસને એક્ઝિબિટ કરી પ્રમોટ કર્યું હતું. આ સાથે ટોકમાં અમદાવાદ સીએ બ્રાન્ચનાં ફર્સ્ટ સેક્રેટરી ડો.સી.એ અંજલી ચોક્સી અને ગાયનેકોલોજીસ્ટ ડો. હિમાલી મણીયાર જાેડાયા હતા. જેમાં ડો. સી.એ અંજલી ચોક્સીએ જણાવ્યુ હતું કે, ‘દરેકે તેમની એક્સપર્ટાઇઝને ફોલો કરવી જાેઈએ સાથે અન્યને આગળ વધવા માટે ચાન્સ પણ આપવો જાેઈએ.

મહિલાઓએ એક બીજાની સપોર્ટ સિસ્ટમ બનવું જાેઈએ.’ જ્યારે ગાયનેકોલોજીસ્ટે ડો. હિમાલી મણિયારે કેન્સર અવરનેસ પર જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડર મેઘના ઝાલા દ્વારા કરાયું હતું. આ સાથે ગ્રૂપ મેમ્બર્સે એક બીજાને બિઝનેસ ટિપ્સ પણ શેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...