તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુસ્તક વિમોચન:માનવજીવનનું દરેક ક્ષેત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રભાવમાં હશે

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વના વાર્તાકારોની ઉત્તમ વાર્તાઓ સહિતના પુસ્તકો બાદ વિશ્વકોષ જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકો પણ પ્રકાશિત કરાશે
 • વિશ્વકોષ દ્વારા પ્રકાશિત ચિંતન ભટ્ટના ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પુસ્તકનું ઓફલાઈન વિમોચન કરવામાં આવ્યું

1955માં વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રારંભ થયો. પછીનાં વર્ષે જ એમાં ગંભીર સંશોધન શરૂ થયું. આમાં જનરલ ઇન્ટેલિજન્સ, સોશિયલ ઇન્ટેલિજન્સ, બાયોલોજીકલ ઇન્ટેલિજન્સ વગેરેનો સમાવેશ થાય છે અને આજે લોકો એવું માને છે કે માનવજીવનના દરેક ક્ષેત્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પ્રભાવિત કરશે. જોકે કોન્સિયસનેસ અને ઈમોશન્સ એ બે બાબતનો આમાં અભાવ જોવા મળે છે. આ શબ્દો છે ઈસરો અમદાવાદના નિર્દેશક નિલેશ દેસાઈના.

શુક્રવારે વિશ્વકોશમાં ચિંતન ભટ્ટના ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પુસ્તકના વિમોચનમાં તેમણે આમ કહ્યું. ટૅક્નિકલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ. ડી.જે. શાહે કહ્યું કે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક પરિસ્થિતિમાં અલગ રીતે નિર્ણય લે છે. અત્યારે એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થતો રહે છે. તાજેતરમાં રહેલાં વાયરસના સંશોધન સમયે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ હતી. આ પુસ્તકના પ્રકાશનનું કાર્ય કરનાર જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ વિશે પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ કહ્યું કે, ‘અગાઉ વિશ્વના વાર્તાકારોની ઉત્તમ વાર્તાઓનું પુસ્તક સંસ્થાએ પ્રગટ કર્યું હતું. હાલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે અને વ્યાખ્યાનો, એવોર્ડ, પુસ્તક પ્રકાશનની સાથોસાથ આ સંસ્થા હવે જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો પ્રગટ કરવાનો પણ આશય ધરાવે છે.’

હવે માનવવત કામ કરતાં યંત્રો આવશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેક્નોલોજીનું સ્વરૂપ સતત વિકસતું રહ્યું છે. સામાન્ય રીતે ટૅક્નોલોજીનો ઉદય થાય ત્યારે એના અંતિમ પડાવનો ખ્યાલ હોતો નથી, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટૅક્નોલોજીમાં એની મંજિલ નક્કી છે. આપણે યંત્રવત્ કામ કરતા માણસો જોયા છે, હવે માનવવત્ કામ કરતા યંત્રો આવશે. -ચિંતન ભટ્ટ, પુસ્તકના લેખક

વાયરસ સંશોધન સમયે AIનો જ ઉપયોગ થયો હતો
સૌથી મહત્વની વાત છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક પરિસ્થિતિમાં અલગ રીતે નિર્ણય લે છે. જેવી સ્થિતિ હોય તે પ્રમાણે તે નિર્ણય લે તેવી રીતે તેની રચના થઈ છે. દેશ દુનિયામાં અત્યારે એવી ઘણી બધી એપ્લિકેશન છે કે જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થતો રહે છે. આજે દુનિયા જ્યાં જઈ રહી છે અને તેનું ભવિષ્ય શું હશે તેમાં એઆઈનું મહત્વનું યોગદાન રહેશે તેમાં કોઈ બેમત નથી. તાજેતરમાં વાયરસના સંશોધન સમયે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ હતી. ઈનશોર્ટ દુનિયાની આપત્તિ હોય કે બીજા રિસર્ચ જેમાં માનવ જીવનને બહેતર બનવવાનો હેતુ હોય તે તમામમાં આ ફિલ્ડ બહુ અસરકારક બની રહ્યું છે. -ડો.ડી.જે.શાહ,ડિરેક્ટર,વીસનગર ટેકનિકલ યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો