તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Every Fifth Person Taking The Test Is Positive, An Average Of 6 7 Thousand Tests A Day I.e. The Number Of Positives Is Expected To Be 1200 1500.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વિવિધ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ટેસ્ટ કરાવનારી દર પાંચમી વ્યક્તિ પોઝિટિવ, રોજ સરેરાશ 6-7 હજાર ટેસ્ટ એટલે કે પોઝિટિવની સંખ્યા 1200-1500 હોવાની આશંકા

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
‘દિવ્ય ભાસ્કર’એ અમદાવાદના વિવિધ વિસ્તારના 10 ડોમનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો - Divya Bhaskar
‘દિવ્ય ભાસ્કર’એ અમદાવાદના વિવિધ વિસ્તારના 10 ડોમનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો
 • ‘દિવ્ય ભાસ્કર’એ શહેરના વિવિધ વિસ્તારના 10 ડોમનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, દરેક જગ્યાએ કિટ ખૂટી પડે છે

શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ડોમ પર થતાં ટેસ્ટની વિગતો જાણવા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે 10 ડોમની મુલાકાત લીધી હતી. લગભગ દરેક ડોમ પર ટેસ્ટ કિટ ખૂટી પડી હતી. વસ્ત્રાપુરમાં તો કિટ પહોંચી ન શકતા ટેસ્ટ જ થઈ શક્યા ન હતા. ડોમ પર કામ કરનારી મેડિકલ ટીમોના જણાવ્યા અનુસાર ટેસ્ટ કરાવવા આવનારા લોકોમાંથી દર પાંચમી વ્યક્તિ પોઝિટિવ હોય છે. શહેરમાં જુદા જુદા ડોમ પર અને અર્બન સેન્ટરોમાં રોજના સરેરાશ 6થી 7 હજાર ટેસ્ટ થાય છે. આથી આશંકા છે કે પોઝિટિવ આવનારાઓની સાચી સંખ્યા 1200થી 1500ની છે પરંતુ તંત્ર ઓછો આંકડો બતાવી સ્થિતિ પર પડદો નાખવાની કોશિશ કરે છે.

બે કલાકમાં જ ટેસ્ટ કિટ ખૂટી પડી, લોકોએ પાછા જવું પડ્યું

પ્રભાત ચોક વિસ્તારની તસવીર
પ્રભાત ચોક વિસ્તારની તસવીર

પ્રભાત ચોક ડોમ પર 8.45થી લોકો ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. કિટ ઓછી પડતા 9.30 કલાકે શરૂ થયેલી ટેસ્ટિંગની કામગીરી 11.30 એ બંધ કરવી પડી હતી, અને લોકોને બપોરે 2.00 વાગ્યા પછી આવવા જણાવાયું હતું.

સમય - 9.30થી 11.30 ટેસ્ટ - 132 પોઝિટિવ - 20

કિટ ખૂટી પડી નાગરિકોએ બીજે જવું પડ્યું

સેટેલાઈટ વિસ્તારની તસવીર
સેટેલાઈટ વિસ્તારની તસવીર

​​​​​​​​​​​​​​વહેલી સવારે 9થી મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ અહીં કોરોનાના ટેસ્ટ માટે લાઈન લગાવીને ઊભા હતા. ગણતરીના સમયમાં કોરોનાની ટેસ્ટિંગ કિટ ખલાસ થઈ ગઈ હતી. જેથી નાગરિકોએ બીજે જવાની ફરજ પડી હતી. સમય - 10થી 12 ટેસ્ટ - 50 પોઝિટિવ - 15

9.30થી લોકો લાઈનમાં હતા 11.30એ કિટ ખૂટી પડી

AEC ચાર રસ્તાની તસવીર
AEC ચાર રસ્તાની તસવીર

એઇસી પાસે ડોમ પર સવારે 9:30 વાગે કોરોના ટેસ્ટ કરવા માટેની ટીમ આવી હતી. 10 વાગે કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. 11:30 સુધીમાં ટેસ્ટીંગ કિટ પૂરી થઇ ગઇ હતી. સવારના સ્લોટમાં 17 લોકો પોઝિટિવ હતા. સમય - 10થી 11.30 ટેસ્ટ - 100 પોઝિટિવ - 17

કિટ ખૂટી પડતાં તાત્કાલિક વધારાની કિટ મોકલવાની ફરજ પડી

અંકુર વિસ્તારની તસવીર
અંકુર વિસ્તારની તસવીર

અંકુર ખાતેના ડોમમાં 40 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. જે પૂરા થયા પછી પણ લાંબી લાઈનો હતી. આથી નાગરિકોએ વિરોધ કરતાં વધારાની કિટ મોકલાઈ હતી. સમય - 10થી 12 ટેસ્ટ - 65​​​​​​​ પોઝિટિવ - 16

પોઝિટિવ આવનારાઓ રિક્ષામાં બેસીને ઘરે જતા હતા​​​​​​​

પાલડી વિસ્તારની તસવીર
પાલડી વિસ્તારની તસવીર

​​​​​​​પાલડી ખાતેના ડોમ પર 100 કિટ આપવામાં આવી હતી જે પૂરી થયા બાદ ફરી અપાતી હતી. પણ ચોકાવનારી બાબત એ હતી કે પોઝિટિવ આવનારી વ્યક્તિઓ રિક્ષામાં ઘરે જતી હતી જેથી સંક્રમણનો ખતરો વધતો હતો. સમય - 10થી 12.30 ટેસ્ટ - 100 પોઝિટિવ - 20

દોઢ કલાક મોડી કિટ આવી અને તે પણ ઓછી સંખ્યામાં

નિકોલ વિસ્તારની તસવીર
નિકોલ વિસ્તારની તસવીર

​​​​​​​​​​​​​​નિકોલ અર્બન સેન્ટર ખાતે લોકો 9 વાગ્યાથી આવ્યા હતા પણ કિટ છેક 10.30 વાગે આવી. સ્થાનિકોનું કહેવું હતું કે, રોજના કરતાં કિટની સંખ્યા ઓછી હતી. સમય - 10.30થી 12 ટેસ્ટ - 76​​​​​​​​​​​​​​ પોઝિટિવ - 14​​​​​​​

ટેસ્ટ કરાવવાની લાંબી લાઈનમાં બાળકો પણ ઊભાં હતાં

વિરાટનગર વિસ્તારની તસવીર
વિરાટનગર વિસ્તારની તસવીર

​​​​​​​વિરાટનગર અર્બન સેન્ટર ખાતે ટેસ્ટ કરાવનારા લોકોની લાંબી લાઈન લાગી હતી. આ લાઈનોમાં બાળકો પણ ટેસ્ટ કરાવવા માટે ઊભા હતા.​​​​​​​ સમય - 10થી 4 ટેસ્ટ - 110 પોઝિટિવ - 20​​​​​​​

લોકો બે કલાક લાઈનમાં રહ્યા પછી કહેવાયું કે કિટ નથી​​​​​​​

વસ્ત્રાપુરઃ ડોમ પર ટેસ્ટિંગ શરૂ જ ન થયું
વસ્ત્રાપુરઃ ડોમ પર ટેસ્ટિંગ શરૂ જ ન થયું

વસ્ત્રાપુર લેક ખાતેના ડોમ પર સવારે 9 વાગ્યાથી ટેસ્ટીંગ માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના યુવાન - યુવતીઓ હતા. જો કે ટેસ્ટિંગ શરૂ ન થયું પછી 11.15એ મેડિકલ ટીમે કહ્યું કે ટેસ્ટ કિટ ખલાસ થઈ ગઈ છે આથી ટેસ્ટ નહીં થાય.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો