તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમદાવાદ જિલ્લાની દરેક કોર્ટમાં 11મીએ લોક અદાલત, પડતર કેસોમાં સમાધાન માટે તક મળશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

11 સપ્ટેમ્બરના રાેજ અમદાવાદ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લાેક અદાલતનું આયાેજન કરવામાં આવ્યું છે, જેમાં કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયક ફાેજદારી કેસાે સહિતના વિવિધ કલમ હેઠળના કેસાેનું સમાધાનથી સુખદ નિકાલ કરવાનું આયાેજન કરાયું છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ.જે.વસાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ એન.એલ.દવેના માર્ગદર્શન હેઠળ 11 સપ્ટેમ્બરે અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લાની તમામ કાેટમાં લાેક અદાલતનું આયાેજન કરવામાં આવ્યું છે.

આ લાેક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયક ફાેજદારી કેસાે, ચેક રિટર્નના કેસાે, બેંકના લેણાં અંગેના કેસાે, વાહન અકસ્માતના કલેઇમના કેસાે, મજૂર વિવાદના કેસાે, વીજ અને પાણી બિલના કેસાે, લગ્ન વિષયક કેસાે, જમીન સંપાદનના કેસાે, પગાર ભથ્થા અને નિવૃતી લાભાે બાબતેની મેટરાે, દિવાની કેસાે, ભાડૂઆત અને મકાન માલિક વચ્ચેના દીવાની દાવાઓ, મનાઇ હુકમના દાવાઓ, તથા પ્રિલિટિગેશનના કેસાેમાં સમાધાનથી સુખ:દ નિકાલ કરવા કાયવાહી હાથ ધરવામાં આવશે.

આથી તમામ પક્ષકારાે,વકીલાે તેમજ જુદી-જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓ આ નેશનલ લાેક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્ય તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનાે સંપર્ક કરવાે.

અન્ય સમાચારો પણ છે...