તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Even Though The Worst Time Is Over, Caution Is Still Needed. In Ahmedabad, 1 Thousand Cases Fell In 4 Days, In 24 Hours The Number Dropped From 4980 To 298 To 4683

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો વેગ ધીમો પડ્યો:સૌથી ખરાબ સમય પૂરો પણ હજુ સાવચેતી જરૂરી, અમદાવાદમાં 4 દિવસમાં 1 હજાર કેસ ઘટ્યા, 24 કલાકમાં કેસ 4980થી 297 ઘટીને 4683 થયા

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સિવિલ બહાર લાંબા સમય પછી એમ્બ્યુલન્સની લાઇનો જોવા ન મળી. - Divya Bhaskar
સિવિલ બહાર લાંબા સમય પછી એમ્બ્યુલન્સની લાઇનો જોવા ન મળી.
 • સંઘર્ષનો વિજયઃ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાંથી 5 દિવસમાં 14,358 કોરોનાને હરાવી ડિસ્ચાર્જ
 • ભાસ્કર અપીલ - માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી, રસીના બંને ડોઝ લઈ કોરોનાને હરાવી દઈએ

કોરોનાના કેસના સતત વધતા જતા અને બિહામણા આંકડા પછી અમદાવાદીઓ સૌથી ખરાબ સમયમાંથી બહાર આવી ગયા હોય એમ લાગે છે. છેલ્લા 24 કલાકમાં નવા 4683 કેસ નોંધાયા હતા. આ સંખ્યા પણ શનિવારના 4980 કેસ કરતાં 297 ઓછી છે. છેલ્લા 4 દિવસની વાત કરીએ તો કેસમાં 990નો ઘટાડો થયો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 3510 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. 5 દિવસો દરમિયાન 14,358 દર્દી કોરોનામાંથી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જોકે 24 કલાકમાં કોરોનાથી વધુ 26 દર્દીના મૃત્યુ થયા હતા. આમ મૃત્યુઆંક શનિવારના 21 કરતાં થોડો ઊંચો રહ્યો હતો. એપ્રિલમાં લગભગ 550 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. કેસની દૃષ્ટીએ પણ એપ્રિલ મહિનો સૌથી કપરો રહ્યો હતો. શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસમાંથી 57 ટકા કેસ તો માત્ર એપ્રિલમાં આવ્યા હતા. જુદા જુદા વિસ્તારોમાં RTPCR ટેસ્ટ માટેના કેન્દ્રો પર લાઈન પણ ઘટી રહી છે.

આઇઆઇએમ અમદાવાદમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. 30 એપ્રિલ અને 1 મેએ કરવામાં આવેલા 81 ટેસ્ટમાંથી માત્ર 8 પોઝિટિવ આવ્યા હતા. અગાઉ 25થી 29 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં પોઝિટિવની સંખ્યા ઘણી ઊંચી હતી. આઇઆઇએમના ડેશબોર્ડ મુજબ સંસ્થામાં કુલ 434 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હેલ્થ વિભાગે શહેરના વધુ 5 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ હેઠળ મૂક્યા છે.

માત્ર 5 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં, કુલ 266નો સમાવેશ

 • ગણેશ પરિસર, એ બ્લોક 3થી 6 માળ, ડી બ્લોક પહેલો મા‌ળ, એચ બ્લોક છઠ્ઠો માળ, ચાંદલોડિયા
 • ચિન્મય ટાવર, એ બ્લોકના 1થી 5 માળ, બી બ્લોકનો સાતમો માળ, સી બ્લોકનો પહેલો માળ, બોડકદેવ
 • ધરતી સાકેત, બી બ્લોકનો પાંચમો, સી-ડી અને ઈ ત્રણે બ્લોકનો નવમો માળ, ગોતા
 • ઘર નંબર 1થી 26, ગાંધી સાગર સોસાયટી, રાણીપ
 • ડી 52થી 56, શિવ પાર્ક સોસાયટી, વટવા

​​​​​​​શારદાબેનમાં દર્દીનું મોત થતાં હોબાળો, પોલીસ બોલાવવી પડી
શારદાબેન હોસ્પિટલમાં દાખલ ગોપાલભાઈ પરમારના સગાનો આક્ષેપ છે કે, શનિવારે ત્રણ વાગે હોસ્પિટલના કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો ત્યારે દર્દી સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેના અડધા કલાકમાં દર્દીનું મોત થયાનો હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો. દર્દીના સંબંધી જયેશ રાઠોડ ત્યાં પહોંચ્યા ત્યારે હોસ્પિટલ બહાર સિક્યુરિટી સ્ટાફે તેમને અટકાવી મારામારી કરી હતી. જયેશ રાઠોડે 100 નંબર કંટ્રોલ મેસેજ કરી પોલીસને બોલાવી હતી. પોલીસે બાઉન્સરોનો પક્ષ લઈ દર્દીના સગાને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો