તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Even Though The Revenue From Vegetables Is Higher Than The Current Demand, The Prices Skyrocket Due To The Profitability Of The Wholesalers

ભાવવધારો:હાલ માગ કરતાં શાકભાજીની આવક વધારે હોવા છતાં જથ્થાબંધ વેપારીઓની નફાખોરીથી ભાવ આસમાને

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શાકભાજીના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચે મોટું અંતર હોવા સાથે મોટાભાગના શાકભાજી મોંઘા થઈ ગયા છે. જમાલપુર શાકમાર્કેટ પાસે હોલસેલ વેપારીઓને માત્ર બે કલાક બેસવા દેવાતા હોવાથી તેઓ આખા દિવસની કમાણી બે કલાકમાં કરી લેવાની વૃત્તિ રાખતા હોવાથી ભાવ પર અસર થઈ છે.

બટાકા, ટામેટા, ડુંગળીની સાથે લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. શાકભાજીના વેપારીઓ કહે છે કે, જ્યાં સુધી શાકભાજીના હોલસેલ વેપારીઓને જમાલપુર શાકમાર્કેટ બહાર આખો દિવસ બેસવા દેવામાં નહીં આવે ત્યાં સુધી ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. દૂધી, ભીંડા, કાકડી, કોબીજ સહિત તમામ શાકભાજીના ભાવ એક સપ્તાહની સરખામણીમાં રૂ. 10થી 20 પ્રતિકિલો વધી ગયા છે. જ્યારે હોલસેલના ભાવમાં કોઈ વધારો થયો નથી. એપીએમસીના દલાલો જણાવે છે કે, શાકભાજીની આવક માગ કરતા વધારે થઇ રહી છે પરંતુ હોલસેલ વેપારીની નફાખોરીથી છૂટક ભાવમાં વધારો થયો છે.

હોટેલ-રેસ્ટોરાંના ઓછા ઉપાડને લીધે માગ પણ ઓછી રહે છે

શાકભાજીહોલસેલછૂટક
બટાકા825
ડુંગળી1430
ફ્લાવર940
ટામેટા930
વટાણા4580
સરગવો3050
ભીંડા3045
ગવાર3040
ચોળી5080
ગીલોડા2750
લીંબુ1635
કોથમીર1235

​​​​​​​​​​​​​​છેલ્લા સપ્તાહમાં છૂટક સિવાયના ભાવ ઘટ્યા
એપીએમસી શાકમાર્કેટમાં શાકભાજીની માગ કરતા આવકમાં વધારો થયો છે. હાલમાં હોટલ-રેસ્ટોરાં બંધ હોવાથી ડિમાન્ડમાં કોઇ પ્રકારનો વધારો નથી. જેથી છેલ્લા એક સપ્તાહમાં એપીએમસી શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. - દિપકભાઇ પટેલ, સેક્રેટરી, એપીએમસી અમદાવાદ

​​​​​​​વેચાણનો સમય વધારાય તો ભાવ ઘટી શકે
જમાલપુર શાકભાજીનું વેચાણ કરતા હોલસેલ વેપારીઓને કોર્પોરેશન દ્વારા 8 વાગ્યા સુધી બેસવા દે છે. જેના કારણે ખરીદી માટેનો અને વેચનાર હોલસેલ વેપારી પાસે માત્ર પણ બે કલાક હોવાથી તેઓ વધારે શાક લાવતા નથી. જેના કારણે જે ભાવ બોલે તે ભાવે શાકભાજીની ખરીદી કરી લેવી પડે છે. - રામજીભાઇ મંડલ, છૂટક શાકભાજી વેપારી

અન્ય સમાચારો પણ છે...