નેશનલ મેડિકલ કમિશનનો નિર્ણય:દેશની મેડિકલ કોલેજમાંથી MBBS કરનારાએ પણ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા ‘નેક્સ્ટ’ પાસ કરવી પડશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધી ચીન, ફિલિપાઇન્સ જેવા દેશોમાંથી MBBS કરનારાએ જ ‘નેક્સ્ટ’ આપવી પડતી હતી
  • નેશનલ મેડિકલ કમિશને સુધારો અમલમાં લાવતું નોટિફિકેશન બહાર પાડ્યું

અત્યાર સુધી વિદેશમાંથી એમબીબીએસની ડિગ્રી લઇને આવતાં વિદ્યાર્થીઓએ જ પોતાની લાયકાત સાબિત કરવા ફરજિયાત પણે નેક્સ્ટ (નેશનલ એક્ઝિટ ટેસ્ટ) આપવી પડતી હતી. પરંતુ, નેશનલ મેડિકલ કમિશને બહાર પાડેલા નોટિફિકેશનથી હવે ભારતની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પાસ કરનાર વિદ્યાર્થીએ પણ ફરજિયાત પણે નેક્સ્ટની એક્ઝામ પાસ કરવી પડશે, નહીં તો પ્રેક્ટિસ કરી શકશે નહીં. નેશનલ મેડિકલ કમિશને હવે વિદ્યાર્થીઓને માથે વધુ એક એક્ઝામનો ભાર નાખ્યો છે.

દેશની સરકારી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ પણ નેક્સ્ટ ફરજીયાત
એક ડોકટરના જણાવ્યા મુજબ, નેશનલ મેડિકલ કમિશને તાજેતરમાં નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેથી હવે વિદેશથી એમબીબીએસની ડિગ્રી લઇને આવતાં વિદ્યાર્થીઓની સાથે દેશની સરકારી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ પણ નેક્સ્ટની એક્ઝામ આપવી પડશે. ચાઇના અને ફિલિપાઇન્સ જેવાં દેશોમાં રહેવા, જમવા, ભણવા અને આવવા-જવાના ખર્ચ સાથે ઓછી મહેનતે માત્ર રૂ. 40 લાખમાં એમબીબીએસની ડિગ્રી મળી જતી હોય છે.

ઇન્ટર્નશિપ સુધીની સફરમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત થાય છે
વિદેશથી ડિગ્રી લઇને આવતાં વિદ્યાર્થીઓમાંથી માત્ર 10 ટકા વિદ્યાર્થી આ એક્ઝામમાં પાસ થઈ શકતા હતા. જ્યારે ભારતની મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરતાં વિદ્યાર્થીઓ ધોરણ-12થી સારા માર્કસ લાવવા માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. તેમજ એમબીબીએસનો ખર્ચ રૂ. 60 લાખની આસપાસ થતો હોય છે. પરંતુ, દેશની મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસથી લઇને ઇન્ટર્નશિપ સુધીની સફરમાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરવી પડતી હોય છે.

દરેક વિદ્યાર્થીઓની ડિગ્રી વેલ્યૂ સરખી થઈ ગઈ
આમ, નેશનલ મેડિકલ કમિશન(એનએમસી)ના નોટિફિકેશનથી ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વિદેશથી ડિગ્રી લઇને આવતાં તેમજ ભારતમાંથી ડિગ્રી લઇને આવતાં બંને વિદ્યાર્થીઓની વેલ્યૂ સરખી થઇ ગઇ છે. એનએમસીના જણાવ્યા મુજબ, વિદેશથી અને દેશની કોલેજમાંથી એમબીબીએસ પાસ કરીને આવે તેમણે નેક્સ્ટ અને નીટ પીજી આપવાની રહેશે.

વિદેશમાં અને દેશમાં ભણીને તૈયાર થતાં ડોકટરોની વેલ્યૂ સરખી
બહાર ભણવા જાય તો સસ્તું પડે, મહેનત ન કરવી પડે અને વિદેશમાં ભણીને આવતાં અને દેશમાં ભણીને તૈયાર થતાં એમબીબીએસ ડોકટરોની વેલ્યૂ સરખી થઇ ગઇ છે. મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું કે, દેશની મેડિકલ કોલેજોમાંથી એબીબીએસ કરનારા માટે પણ નેક્સ્ટ ફરજિયાત થવાથી આ વિદ્યાર્થીઓ પર વધુ એક ભારણ આવી પડશે.

ભારતીય વિદ્યાર્થી UK-US જાય તો પરીક્ષા આપવી પડે
ભારતમાંથી એમબીબીએસ કર્યું હોય અને ઇગ્લેન્ડ કે અમેરિકા ડોકટર તરીકે જવું હોય તો એક એક્ઝામ આપવી પડે, તેવી જ એક્ઝામ જે લોકો રશિયા-યુકે કે ચાઇનાથી પાસ થઇને આવતાં હોય તેમણે જે તે દેશની ભાષામાં ભણવાનું હોય છે, ભણતર કથળેલું હોય છે. જેથી ભારતમાં આવીને એક્ઝામ આપે અને પાસ થાય તો એમબીબીએસની ડિગ્રી માન્ય ગણાય અને ઇન્ટર્નશીપ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...