ઉત્તરાયણનું જાહેરનામું:જો ધાબા પર સગાં-વ્હાલાંને બોલાવીને ભીડ ભેગી કરી તો નક્કી પોલીસ આવશે, દરેકે માસ્ક પહેરવું ફરજિયાત; ડ્રોનથી નજર રખાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાના કેસ વધતાં પોલીસ કમિશનર નિયંત્રણો અંગે ઉચ્ચસ્તરે રજૂઆત કરશે
  • તમામ પોલીસ અધિકારીઓને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની સૂચના અપાઈ

ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને કારણે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર પરિવારે પોતપોતાના ધાબા પર જ ઊજવવો પડશે. સગાં-સંબંધી કે મિત્રોને ધાબા પર પતંગ ચગાવવા બોલાવી શકાશે નહીં. ધાબા પર પણ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ અંગે હજુ સુધી સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ડીજીપી તેમજ ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે ધાબા પર મોટી સંખ્યામાં ભેગાં થતા લોકો પર નિયંત્રણ લાદવા રજૂઆત કરાશે.

કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે નવા નિયંત્રણ સાથેની નવી ગાઈડ લાઈન બહાર પાડી છે, જેનો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસને માથે છે. જોકે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના તહેવારમાં એક જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો પગંત ચગાવવા ભેગા થતા હોય છે, જેના કારણે કોરોનાના કેસ વધવાની પૂરી શક્યતા રહેલી છે, જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા કડક સૂચના આપી છે.

જો કે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર કેવી રીતે ઊજવવો તે અંગે હજુ સુધી રાજ્ય સરકારે કોઇ ગાઈડલાઈન બહાર પાડી નથી. જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ અંગે ડીજીપી અને ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરશે.

પોલીસ શહેરના તમામ ધાબા પર 50 ડ્રોનથી બાજનજર રાખશે
ગત વર્ષે શહેર પોલીસે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે જુદા જુદા વિસ્તારોમાં 50 ડ્રોન ઉડાવ્યા હતા, જેમાં ધાબા પર વધારે સંખ્યામાં ભેગા થયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શહેર પોલીસને 50 ડ્રોનથી સજ્જ રહેવા સૂચના અપાઈ છે.

250 ધાબા પોઈન્ટ પર પણ પોલીસ ગોઠવી દેવામાં આવશે
શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ઊંચી બિલ્ડિંગો અને ટાવર મળીને અંદાજે 250 જેટલાં સ્થળે પોલીસ ધાબા પોઈન્ટ બનાવે છે. ચાલુ વર્ષે પણ દરેક વિસ્તારમાં ઓછામાં ઓછા 5 ધાબા પોઈન્ટ બનાવવા એટલે કે શહેરભરમાં 250 ધાબા પોઈન્ટ બનાવવા દરેક અધિકારીને કડક સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...