તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCની ચૂંટણી:વિધાનસભામાં પણ 60થી વધુ વર્ષનાને ટિકિટ ન આપીએ તો યુવાપેઢીને તક મળી શકે : પાટીલ

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
2017માં વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. તે પછી ભાજપના મોટા નેતાએ અહીં સભા સંબોધી હતી. - Divya Bhaskar
2017માં વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. તે પછી ભાજપના મોટા નેતાએ અહીં સભા સંબોધી હતી.
 • ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું, કોંગ્રેસના રાજમાં પોલીસ રથયાત્રા રોકતી હતી, હવે તાકાત હોય તો રોકી બતાવે

નિકોલમાં જાહેરસભાને સંબોધતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોર્પોરેશનની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ 60થી વધુ વર્ષનાને ટિકિટ નહીં આપવાનો નિયમ લાગુ કરવાની વિચારણા હોવાનો આડક્તરો સંકેત આપ્યો હતો. ધારાસભ્ય વલ્લભ કાકડીયાનો ઉલ્લેખ કરી સી.આર. પાટીલે લોકોને કહ્યું, તમને આ નિયમ સારો લાગ્યો હોય તો તાળી પાડજો. ધારાસભ્ય વલ્લભ કાકડીયા અને તેઓ આ નિયમથી ખુશ છે. પાટીલે ટકોર કરી કે, કાકડીયાનું પણ માનવું છે કે, વિધાનસભામાં પણ આવું કંઈક આવે તો ચિંતા નહીં, યુવાપેઢીને તક મળશે.

પાટીલે કહ્યું, કોંગ્રેસના જમાનામાં અમદાવાદ આવવાનું થાય તો ફોન કરીને પૂછવું પડતું હતું કે, ક્યાં કર્ફ્યુ છે?, ક્યાં સ્ટેબિંગ થયું છે? પણ હવે આ બે શબ્દો ડિક્શનરીમાંથી નીકળી ગયા છે. આ ઉપરાંત દરિયાપુર ખાતે પણ તેમણે સભા સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં સરકારના ઈશારે પોલીસ દ્વારા રથયાત્રા રોકવામાં આવી હતી. હવે હિંમત હોય તો રોકી બતાવો. લતીફ જેવા ગુંડાઓનો પણ હવે ડર રહ્યો નથી. કાશ્મીરમાં કલમ 370 દૂર કરવા સહિતના મુદ્દા ઉઠાવી ભાજપ પ્રદેશ પ્રમુખે હિન્દુત્વનો એજન્ડા આગળ ધર્યો હતો.

દરિયાપુરમાં પથ્થરમારાની ધમકી આપનાર સામે ફરિયાદ
શુક્રવારે દરિયાપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેર સભા અને રેલીનું આયોજન કરાયું હતું. એની તૈયારી કરી રહેલા ભાજપના કાર્યકર સંજયભાઇને વાડીગામમાં રહેતા કુંજલ પટેલે સભા કે રેલી યોજી તો પથ્થરમારો કરવાની ધમકી આપી હતી. આ ધમકીના કારણે ભાજપના કાર્યકર સંજયભાઇ લીંબાચીયાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કુજંલ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધતા આરોપી કુંજલ પટેલ પલાયન થઈ ગયો હતો. કુંજલે સભાની તૈયારી કરનાર સંજયભાઈ સહિતના કાર્યકરોને ધમકી આપી હતી કે ભાજપે અહીં પ્રચાર કે સભા માટે આવવું નહીં. આ પછી કુંજલે તમારી સભા અને રેલીમાં પથ્થરમારો કરીશની ધમકી આપી હતી.

કુલ 48 વોર્ડમાંથી માત્ર 6માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી
શહેરના 48 વોર્ડ પૈકી 6 વોર્ડ એવા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીની શક્યતા છે. અન્ય મોટાભાગના વોર્ડમાં પરિણામ એક તરફે આવે તેવી શક્યતા છે સૂત્રોએ વ્યક્ત કરી છે. જેમાં કેટલાક વોર્ડ કોંગ્રેસના શીરે તો મહત્તમ વોર્ડમાં ભાજપનો વિજય થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો