અમદાવાદમાં મેટ્રોની કામગીરી:7 વર્ષે પણ અમદાવાદ મેટ્રો 6.5 કિમીના રૂટથી આગળ વધી શકી નથી

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
હાલમાં શહેરમાં મેટ્રો વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી જ દોડે છે. - Divya Bhaskar
હાલમાં શહેરમાં મેટ્રો વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધી જ દોડે છે.
  • 2015માં કામગીરી શરૂ કરાઈ હતી
  • 40 કિમીનો રૂટ ઓગસ્ટમાં પૂરો થવાની શક્યતા

ટ્રાફિક સમસ્યા ઉકેલવા સરકારે શરૂ કરેલા મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત દેશના 10 શહેરો મેટ્રો ટ્રેન દોડે છે. સૌથી વધુ દિલ્હીમાં 350 કિમી રૂટ પર મેટ્રો દોડે છે. અમદાવાદમાં મેટ્રોની કામગીરી 2015માં શરૂ થઈ ત્યારથી આજદિન સુધી માત્ર 6.5 કિમીના રૂટ પર જ મેટ્રો દોડી રહી છે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેનને મંજૂરી મળવામાં થયેલા વિલંબ બાદ ઓક્ટોબર 14માં 10773 કરોડ રૂ.ના ખર્ચે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં ઈસ્ટ-વેસ્ટ કોરિડોર તેમજ નોર્થ-સાઉથ કોરિડોરમાં 40 કિમી રૂટને મંજૂરી મળી, પાછળથી નોર્થ-સાઉથ કોરિડોરના રૂટમાં થોડો ફેરફાર કરાતા પ્રોજેક્ટની કિંમતમાં 500 કરોડ રૂ.નો વધારો થયો હતો.

આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા ફેઝ-1માં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ખાતે ભૂમિપૂજન કરી 14 માર્ચ 15ના રોજ કામગીરી શરૂ કરાઈ હતી. જ્યારે નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસી ખાતે 17 જાન્યુ. 2016ના રોજ ભૂમિપૂજન બાદ કામગીરી શરૂ કરી હતી. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી આવતા સરકારે વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી 6.5 કિમી રૂટની કામગીરી પૂર્ણ કરી 4 માર્ચ 2019ના રોજ વડાપ્રધાને શહેરની પહેલી મેટ્રોનું લોકાર્પણ કર્યું હતું.

મેટ્રો સંચાલનમાં અમદાવાદ દેશમાં 10મા નંબરે

શહેરકિમી
દિલ્હી350
હૈદરાબાદ68
બેંગલુરુ56
ચેન્નઈ54
કોલકાતા38
નોઈડા29
નાગપુર26
કોચી25
લખનઉ22
મુંબઈ12
જયપુર11
કાનપુર9
અમદાવાદ6

​​​​​​​

આ સિવાય બાકીના લગભગ 34 કિમી રૂટ પર અનેક કારણથી કામગીરી સતત મોડી પડતાં પ્રોજેક્ટને પૂર્ણ થવામાં ચારેક વર્ષનો વિલંબ થયો છે. હવે ફરી એકવાર ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. તેની સાથે જ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે શહેરમાં ફેઝ-1ના તમામ 40 કિમી રૂટ પર ઓગસ્ટ 22 સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તેવા પ્રયત્ન કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...