તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Even If The Common Man Wants To See The Test In The Cheapest Ticket, Rs. 3000 Will Have To Pay, 1000 Car Parking In The Stadium For VIP, Know The Five Features And Errors Of The Stadium

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી મોંઘું સ્ટેડિયમ:કોમનમેનને સૌથી સસ્તી ટિકિટમાં ટેસ્ટ જોવી હોય તોપણ રૂ. 3000 ચૂકવવા પડશે, VIP માટે સ્ટેડિયમમાં 1000 કારનું પાર્કિંગ, જાણો સ્ટેડિયમની પાંચ વિશેષતા અને ત્રુટિઓ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટેરા સ્ટેડિયમ. - Divya Bhaskar
મોટેરા સ્ટેડિયમ.
  • અમદાવાદમાં 9 વર્ષ બાદ 24મીથી ટેસ્ટ ક્રિકેટનું પુનરાગમન, 20 હજાર ટિકિટ વેચાઈ ગઈ
  • સામાન્ય લોકોએ 1 કિમી. દૂર વાહન પાર્ક કરી ચાલતા જવું પડશે
  • અદાણી એન્ડ: 70થી વધુ ભવ્ય કોર્પોરેટ બોક્સ
  • રિલાયન્સ એન્ડ: કોમેન્ટેટર બોક્સ

અમદાવાદમાં મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ ક્રિકેટનું પુનરાગમન થઈ રહ્યું છે. અત્યારસુધી 20 હજાર ટિકિટ બુક થઈ ચૂકી છે. જોકે કોમન મેન માટે આ મેચ જોવી મોંઘુંદાટ બનવાનું છે, કારણ કે સૌથી સસ્તી ટિકિટ લે તોપણ પાંચ દિવસની ટેસ્ટ જોવાનો એક વ્યક્તિનો ખર્ચ રૂ.3 હજારથી વધુ થવાનો છે.

અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી જ બુક કરાવવી પડશે. ટૂ-વ્હીલર માટે રૂ.30, જ્યારે કાર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને પાર્કિંગ માટે મોટેરા સ્ટેડિયમના 1થી દોઢ કિલોમીટરના વિસ્તારમાં 27 પ્લોટ નક્કી કર્યા છે. જો તમે વાહન જ્યાં-ત્યાં પાર્ક કર્યું હશે તો પોલીસ ટો કરશે. મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ પર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગથી સ્ટેડિયમ સુધીના રસ્તા પર ટ્રાફિક-પોલીસના 1155 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે. સ્ટેડિયમ આસપાસ ક્યાંય પણ આડેધડ પાર્ક કરશો તો પોલીસ વાહન ટો કરી જશે.

ઉદઘાટનની સભા માટે અલગ ડોમ બનાવાયો.
ઉદઘાટનની સભા માટે અલગ ડોમ બનાવાયો.

સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે. ઉદઘાટન પછી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સભા માટે સ્ટેડિયમની પાછળના ભાગે હનુમાનજી મંદિર પાસે ખાસ ડોમની વ્યવસ્થા કરાઈ છે. મહાનુભાવો આવવાના હોવાથી એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના રોડના પેચવર્ક, રંગરોગાન સહિતની કામગીરી પણ મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત ફેબ્રુઆરીમાં જ ટ્રમ્પના આગમન સમયે મોટેરા ફરતેના તમામ રોડ નવા બનાવવામાં આવ્યા હતા. જોકે હાલ એકપણ રોડ નવો બનાવવામાં નહીં આવ્યો હોવાનો મ્યુનિ.નો દાવો છે.

સ્ટેડિયમની પાંચ વિશેષતા

  • સૌથી વધુ બેઠક-ક્ષમતા : સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા 1,10,000 રહેશે, જે વિશ્વમાં સૌથી વધુ છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન સ્ટેડિયમ આવે છે જેની ક્ષમતા 1,00,024 છે.
  • વૈભવી VIP લોંજ : મોટેરા સ્ટેડિયમમાં શાનદાર ઈન્ટીરિયર સાથેની વીઆઈપી લોંજ છે જેમાં એસી., ખાણી-પીણીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • 76 કોર્પોરેટ બોક્સ : સ્ટેડિયમમાં કુલ 76 કોર્પોરેટ બોક્સ છે. આ તમામ કોર્પોરેટ બોક્સ ફુલ્લી એરકંડિશન સાથે સજ્જ હશે. દરેકની બેઠક-ક્ષમતા 25ની રાખવામાં આવી છે.
  • 30 મિનિટમાં પાણીનો નિકાલ : ચેન્નઇ સ્ટેડિયમ બાદ મોટેરા સ્ટેડિયમમાં ડ્રેનેજની શાનદાર સુવિધા. ભારે વરસાદ બાદ પણ મેદાન પરથી માત્ર 30 મિનિટમાં પાણીનો નિકાલ થશે.
  • VIP માટે અલગ પ્રવેશ : વીઆઈપી દર્શકો માટે સ્ટેડિયમમાં પ્રવેશ માટે એક અલગ પ્રવેશ દ્વાર છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ જ્યાંથી એન્ટર થયા હતા ત્યાંથી VIPને એન્ટ્રી મળશે.

સ્ટેડિયમની પાંચ ત્રુટિઓ

  • ગરમીમાં શેકાવું પડશે : શહેરમાં ભારે ગરમી પડે છે, પણ મેચ જોવા આવનાર સામાન્ય જનતા કે જે ઈસ્ટ-વેસ્ટ સ્ટેન્ડમાં બેસશે તેની ઉપર છાપરું નથી. જેથી તેમને ગરમીમાં શેકાવું પડશે.
  • મોંઘાં નાસ્તા-પાણી : સામાન્ય જનતાને સ્ટેડિયમમાં પ્રવેશતા સમયે કોઇપણ ખાણી-પીણી કે પાણીની બોટલ લઇ જવા દેવામાં નહીં આવે, આથી તેમણે ઊંચા ભાવ ચૂકવવા પડશે.
  • પાંચ માળ ચઢવા પડશે : ઉપરના સ્ટેન્ડમાં જવા માટે કોઈ લિફ્ટની વ્યવસ્થા ન હોવાથી. જે પ્રેક્ષકોએ આ સ્ટેન્ડની ટિકિટ લીધી હશે તેમણે દાદરા ચઢીને પાંચમા માળે જવું પડશે.
  • હજારોની સંખ્યા માટે એક જ ગેટ : સામાન્ય જનતા માટે માત્ર એક જ પ્રવેશ દ્વાર છે, જેમાંથી 55 હજાર દર્શકો પ્રવેશ કરશે અને બહાર નીકળશે, જેથી અવ્યવસ્થાનો ભય છે.
  • જનતા માટે પાર્કિંગ નહીં : સ્ટેડિયમની બેઠક-ક્ષમતા 1,10,000 છે, પરંતુ સામાન્ય જનતા માટે સ્ટેડિયમમાં પાર્કિંગની સુવિધા નથી. જનતાએ સ્ટેડિયમથી દૂર પાર્કિંગ કરવું પડશે.
વીઆઈપી એન્ટ્રી: વીઆઈપી એન્ટ્રી ગેટની થીમ પિન્ક રંગ ઉપર છે. આ એન્ટ્રી ગેટ કોઈ ફાઈવસ્ટાર હોટલને પણ શરમાવે એવો છે.
વીઆઈપી એન્ટ્રી: વીઆઈપી એન્ટ્રી ગેટની થીમ પિન્ક રંગ ઉપર છે. આ એન્ટ્રી ગેટ કોઈ ફાઈવસ્ટાર હોટલને પણ શરમાવે એવો છે.
ઓટોગ્રાફ ગેલેરી: સ્ટેડિયમમાં અત્યારસુધી રમાયેલી આઈપીએલ અને વર્લ્ડ કપની મેચોની ટીમના ઓટોગ્રાફવાળા બેટનું કલેકશન મૂકવામાં આવ્યું છે.
ઓટોગ્રાફ ગેલેરી: સ્ટેડિયમમાં અત્યારસુધી રમાયેલી આઈપીએલ અને વર્લ્ડ કપની મેચોની ટીમના ઓટોગ્રાફવાળા બેટનું કલેકશન મૂકવામાં આવ્યું છે.
ઈન્ડોર પીચ: 9 આઉટડોર પિચ ઉપરાંત સ્ટેડિયમમાં ટીમોને પ્રેક્ટિસ કરવા માટે 6 ઈન્ડોર પિચ બનાવવામાં આવી છે.
ઈન્ડોર પીચ: 9 આઉટડોર પિચ ઉપરાંત સ્ટેડિયમમાં ટીમોને પ્રેક્ટિસ કરવા માટે 6 ઈન્ડોર પિચ બનાવવામાં આવી છે.
વીઆઈપી લોંજ: ખેલાડીઓ-વીઆઈપીના એન્ટ્રન્સ પાસે જ લક્ઝુરિયસ વીઆઈપી લોંજ બનાવવામાં આવ્યું છે, જ્યાં એકબીજાને ઈન્ટરેક્શન કરી શકાશે.
વીઆઈપી લોંજ: ખેલાડીઓ-વીઆઈપીના એન્ટ્રન્સ પાસે જ લક્ઝુરિયસ વીઆઈપી લોંજ બનાવવામાં આવ્યું છે, જ્યાં એકબીજાને ઈન્ટરેક્શન કરી શકાશે.
ડ્રેસિંગ રૂમ: બંને ટીમના ખેલાડીઓની જરૂરિયાત અનુસાર વિશાળ ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં કિટ મૂકવાની અને બેસવાની વ્યવસ્થા છે.
ડ્રેસિંગ રૂમ: બંને ટીમના ખેલાડીઓની જરૂરિયાત અનુસાર વિશાળ ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં કિટ મૂકવાની અને બેસવાની વ્યવસ્થા છે.
બંને ટીમ માટે અલગ જિમ: સ્ટેડિયમની અંદર બંને ક્રિકેટ ટીમ માટે અલગ-અલગ જિમ બનાવવામાં આવ્યાં છે. જિમના દરવાજે જે-તે ટીમનો લોગો હશે.
બંને ટીમ માટે અલગ જિમ: સ્ટેડિયમની અંદર બંને ક્રિકેટ ટીમ માટે અલગ-અલગ જિમ બનાવવામાં આવ્યાં છે. જિમના દરવાજે જે-તે ટીમનો લોગો હશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો