• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Even If Standard 1 To 5 Starts, It Will Take Children A Whole Year To Get Set Up In School; Children Will Have Difficulty Adapting To Offline Learning

સંચાલકોનો મત:ધોરણ 1થી 5 શરૂ થશે તો પણ બાળકોને સ્કૂલમાં સેટ થવામાં આખું વર્ષ લાગશે; બાળકોને ઓફલાઇન શિક્ષણમાં ઢાળવામાં મુશ્કેલી પડશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દિવાળી બાદ ધો. 1થી 5 ઓફલાઇન શરૂ થશે તો પણ બાળકોને સ્કૂલનું વાતાવરણ સેટ થવામાં આખું વર્ષ લાગશે, કારણ કે નાનાં બાળકોએ છેલ્લાં બે વર્ષથી સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ કર્યો નથી તેવો સંચાલકોનો મત છે. સંચાલકોના મુજબ બાળકોને ઓફલાઇન શિક્ષણમાં ઢાળવા શિક્ષકો માટે મુશ્કેલ બની રહેશે, કારણ કે નાનાં બાળકોને સતત બેસી રહેવાની આદત નથી, આથી શિક્ષકોએ સૌથી પહેલાં બાળકોમાં બેસી રહેવાની આદતનો જ વિકાસ કરવો પડશે.

સરકાર દિવાળી બાદ ધો.1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની વિચારણા કરી રહી છે, પરંતુ ધોરણ 1-2ના વિદ્યાર્થીઓએ અત્યાર સુધી સ્કૂલના અભ્યાસનો અનુભવ જ કર્યો નથી. આથી પહેલીવાર તેઓ સ્કૂલના ઓફલાઇન શિક્ષણ સાથે જોડાશે.વિદ્યાર્થીઓ માટે જેટલી મુશ્કેલી રહેશે તેટલી જ શિક્ષકો માટે પણ રહેશે.

બાળકોની રુચિ વધારવાનું કામ કરવું પડશે
નાના ધોરણના વર્ગોમાં શરૂઆતમાં પિરિયડનો સમય ઓછો રાખવો પડશે. શરૂઆતમાં બે કલાક ત્યાર બાદ બાળકો સેટ થયા બાદ સમયમાં ‌વધારો કરાશે. ઉપરાંત બાળકોને સ્કૂલની આદત પાડવા માટે એક્ટિવિટી પ્રમાણે લર્નિંગ પદ્ધતિ શરૂ કરવી પડશે, જેથી બાળકોને અભ્યાસમાં રુચિ આવે. - ઋત્વી વ્યાસ, સંચાલક, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...