તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:કોરોના કાળમાં પણ રાજ્યમાં 17 હજાર કરોડના વિકાસ કાર્યો થયાં: વિજય રૂપાણી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજય સરકાર દ્વારા કોરાનાકાળ દરમિયાન 17 હજાર કરોડના લોકાર્પણ-ખાતમુર્હૂતના વિકાસકાર્યો થયા હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, માત્ર અમદાવાદમાં જ રૂ. 2857 કરોડના કાર્યો પ્રજાને ચરણે ધર્યા છે. રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. 1078 કરોડના 72 વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન શુક્રવારે કર્યું હતું. મુખ્યમંત્રી શનિવારે આદિજાતિ વિસ્તાર ઉમરપાડામાં રૂ. 711 કરોડના ખર્ચે તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઇ યોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે.

રૂપાણીએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં ખાતમુહૂર્ત પછી વર્ષો સુધી કામો ઠેરના ઠેર રહેતા બજેટ ચાર-પાંચગણું વધી જતુું હતું. નાણાંના અભાવે ભાજપની સરકારે કયારેય કામ અટકવા દીધાં નથી. મુખ્યમંત્રીએ અમદાવાદમાં રૂ. 92 કરોડના ઇ-લોકાર્પણ અને રૂ. 986 કરોડના ઇ-ખાતમુહૂર્ત અન્વયે હાઉસિંગ પ્રોજેક્ટ,વોટર પ્રોજેક્ટ,અર્બન હેલ્થ સેન્ટર, હોલ નવિનીકરણ, ગાર્ડન,પ્રધાનમંત્રી આવાસ, બ્રિજ પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો