તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમર પ્રોગ્રામ:કોરોના સમયમાં પણ 68% નવી કંપની દ્વારા 208 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માઇકામાં સમર પ્રોગ્રામમાં 100 ટકા પ્લેસમેન્ટ

MICA ના 2 મન્થ સમર પ્રોગ્રામમાં 100% પ્લેસમેન્ટ થયુ છે. મહામારીના સમયમાં જ્યારે માર્કેટ સ્લોડાઉન છે ત્યારે વર્ચ્યુઅલ કેમ્પસ ડ્રાઈવમાં 56 નવી કંપની માઇકાના સમર પ્રોગ્રામમાં પ્લેસમેન્ટ માટે શામેલ થઇ હતી. Ogilvy,ITC લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતની ટોટલ 83 કંપની દ્રારા 208 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં 101 એન્જિયરિંગ ગ્રેજ્યુએટ, 33 કોમર્સ ગ્રેજ્યુએટ તેમજ 16 આર્ટ્સ તેમજ માસ મીડિયાના સ્ટુડન્ટનો સમાવેશ થાય છે.

સૌથી વધારે 51 સ્ટુડન્ટના પ્લેસમેન્ટ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં આઇટી ક્ષેત્રે 30, મીડિયા અને કમ્યુનિકેશનમાં 28 તેમજ FMCG & RETAILમાં સૌથી ઓછા 23 સ્ટુડન્ટના પ્લેસમેન્ટ થયા હતા. આ અંગે વાત કરતા MICA ના પ્રેસિડન્ટ અને ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર રાજ મહેતાએ જણાવ્યું હતું કે, ‘MICA સતત નવા પડકારોનો સામનો કરી વિકાસ પામ્યું છે. પેન્ડેમિકના સમયમાં પણ ડિજિટલ એજ્યુકેશન દ્વારા સ્ટુડન્ટ્સને પોસ્ટ કોવિડ માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જેની સફળતા અસર 2 મન્થ સમર પ્રોગ્રામમાં થયેલ 100% પ્લેસમેન્ટ દ્વારા મળી છે.

અન્ય સમાચારો પણ છે...