માસૂમનો ઉત્સાહ માતમમાં ફર્યો:ઉત્તરાયણ પહેલા જ અમદાવાદમાં ધોરણ સાતમાં ભણતા બાળકનું ધાબા પરથી પટકાતા મોત

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિન્સ પતંગ ઉડાડવા ધાબા પર ગયો ને અચાનક લપસતા નીચે પટકાયો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આજે બપોરે એક માસૂમ બાળકનું ધાબા પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બાળક પતંગ ઉડાડવા માટે ધાબા પર ગયો જ્યાંથી પગ લપસતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાન પર આજે બપોરે બાર વર્ષનો પ્રિન્સ ચુનારાનું બાળક ધાબા પર પતંગ ચગાવવા માટે ગયો હતો. પતંગ ચગાવતા સમયે અચાનક ધાબા પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

જ્યાં ફરજ પરના ડોક્ટર બાળકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવમાં પોલીસે હાલ અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. બાળક ધોરણ 7માં અભયસ કરતો હતો.માસૂમ બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...