• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Even Before The Arrival Of Congress Observer Ashok Gehlot, The Issue Of Inflation Was Handed Over To The NSUI And The Youth Congress To The Issue Of Education.

કોંગ્રેસનું મિશન ગુજરાત 2022:ઓબ્ઝર્બર અશોક ગેહલોત આવે તે પહેલાં જ NSUIને શિક્ષણ અને યુથ કોંગ્રેસને મોંઘવારીનો મુદ્દો સોંપાયો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રભારી રઘુશર્માની હાજરીમાં બેઠક યોજાઈ - Divya Bhaskar
પ્રભારી રઘુશર્માની હાજરીમાં બેઠક યોજાઈ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત 4 ઓગસ્ટે અમદાવાદ આવશે. અશોક ગેહલોત આમતો 20 જુલાઈના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરવાના હતાં પરંતુ કોઈ કારણોસર તેમનો આ પ્રવાસ મુલતવી રખાયો હતો. જેથી હવે તેઓ 4 ઓગસ્ટે અમદાવાદ આવીને પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠક યોજશે. તેઓ અમદાવાદ આવે તે પહેલાં કોંગ્રેસે પક્ષની વિવિધ પાંખો સાથે બેઠક યોજી હતી અને તમામ પાંખોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

પક્ષની તમામ પાંખોને ચૂંટણી અંગે જવાબદારીઓ સોંપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી લીધી છે. આગામી ચૂંટણીને લઈ સોમવારે કોંગ્રેસ કાર્યલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખો GPCC પહોંચ્યા હતા. તમામ પાંખોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ છે. ઉપરાંત ચૂંટણી રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે.ગુજરાત કોંગ્રેસે મિશન 2022 ગુજરાત શરૂ કર્યું. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્માની ઉપસ્થિતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખો બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ તમામ પાંખોને ચૂંટણી અંગે જવાબદારીઓ સોંપવામાં આવી છે.

કોંગ્રેસના કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં જવાબદારી સોંપાઈ
કોંગ્રેસના કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં જવાબદારી સોંપાઈ

વિદ્યાર્થીઓને લાગતાં મુદ્દા NSUIને સોંપવામાં આવ્યા
શિક્ષણ અને વિદ્યાર્થીઓને લાગતાં મુદ્દા NSUIને સોંપવામાં આવ્યા છે. બેરોજગારી, મોંઘવારી સહિતના મુદ્દા યુથ કોંગ્રેસને સોંપવામાં આવ્યા છે. તમામ પાંખોને વિરોધ સાથે કોંગ્રેસમાં જોડવાની પણ જવાબદારી અપાશે. કેવી રીતે તમામ લોકોએ કામ કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ વખતે કોંગ્રેસને ફક્ત ભાજપથી પડકાર નથી મળવાનો, પરંતુ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની મીમ પણ ચૂંટણી મેદાને આવવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો
કોંગ્રેસે 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો

વિધાનસભામાં કોંગ્રેસનો 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક
ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે મિશન 125ને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચાર ઓગસ્ટે ગુજરાત આવશે. અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે. લોકસભા બેઠક દિઠ નિમણૂક કરાશે અને સિનિયર નિરીક્ષકોનો માર્ગદર્શન આપશે. ગેહલોત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત પક્ષના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે. મહત્વનું છે કે ગેહલોત અગાઉ 19 જુલાઇએ આવવાના હતા. પરંતુ તે દિવસે મુલાકાત મોકુફ રહી હતી. હવે તેઓ ચોથી ઓગષ્ટે ગુજરાત આવશે.

અન્ય સમાચારો પણ છે...