કાળાબજાર શરૂ:દિવાળી પહેલાં જ રૂ.1થી માંડી 100ના દરની કડકડતી ચલણી નોટોનાં બંડલ માટે વધુ રૂપિયા પડાવાય છે, 1ની નોટના બંડલના 300!

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • RBIએ બેન્કોને નોટો મોકલી પણ બેન્કો ગ્રાહકોને આપતી નથી

દિવાળી સમયે નવી ચલણી નોટોની માગ વધી જતી હોય છે. નવી કડકડતી નોટો લેવા માટે લોકોની લાઇન લાગે છે. નવી નોટોની ભારે માંગ રહેતી હોવાથી તેના કાળા બજાર થઇ રહ્યા છે. રિઝર્વ બેન્ક નજીક જ મોટા પાયે નોટોના કાળા બજાર થઈ રહ્યા છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી આરબીઆઇએ નવી નોટો આપવાનું બંધ કર્યું છે. જેના કારણે લોકોને નવી કડકડતી નોટોનું બંડલ મળી નથી રહ્યું. આરબીઆઇના ત્રોએ જણાવ્યું હતું કે નવી નોટોના બંડલ દરેક બેંકોને આપી દેવામાં આવ્યા છે.

પૂજામાં મુકવા તેમજ દિવાળીએ આવતા સંગાસંબધીઓને આપવા માટે નવી ચલણી નોટોની ડિમાન્ડ રહેતી હોય છે. જેના પગલે દિવાળીએ બેંકોમાં નવી નોટો લેવા માટે ધસારો રહે છે. આરબીઆઇએ દરેક બેંકોમાં નવી ચલણી નોટોનું વિતરણ દિવાળીના 15 દિવસ પહેલા કરી દીધું છે પરંતુ બેંકોએ હજી સુધી નવી નોટોનું વિતરણ શરૂ કર્યું નથી. બેંકો નવી નોટ ન આપતી હોવાથી બજારમાં દલાલો નવી નોટોના કાળાબજાર કરે છે.

નવી નોટોની માગ વધતાં દલાલો લાભ ઉઠાવે છે
એક દલાલે જણાવ્યું હતું કે, દિવાળીમાં નવી ચલણી નોટોની ડિમાન્ડ વધારે રહેતાં ઊંચા ભાવ વસૂલાય છે. આ વખતે આરબીઆઇએ નવી નોટોનું વિતરણ બંધ કરતા અને દિવાળી નજીક હોવાથી નવી ચલણી નોટના બંડલ ડિમાન્ડ વધારે હોય છે. આમ ડિમાન્ડ વધારે હોય ત્યારે ભાવમાં બમણા થઇ જતા હોય છે. હાલમાં દિવાળી અને લગ્નગાળાને લઇને ડિમાન્ડ વધારે ચાલી રહી છે.

દલાલીનો દર

નોટદલાલી
રૂ.1270થી 300
રૂ.5250થી 270
રૂ.10250થી 300
રૂ.20200થી 275
રૂ.50100થી 150
રૂ.100100થી 150
અન્ય સમાચારો પણ છે...