પ્રવેશ પ્રક્રિયા:MBAમાં બીજા રાઉન્ડ બાદ પણ 11065 સીટમાંથી 1895 અને MCAમાં 5199 સીટમાંથી 798 સીટ ભરતા ત્રીજો રાઉન્ડ શરૂ થશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

PG માટે પણ પ્રવેશ પ્રકિયા શરૂ થઈ છે જેમાં MBA અને MCA માટેની પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે.વર્ષ 2021-22 દરમિયાન MBA- MCA માં પ્રવેશ કાર્યવાહી દરમિયાન 4226 વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવી હતી. બીજા રાઉન્ડની સમગ્ર પ્રક્રિયા બાદ ACPC ક્વોટાની બેઠકોમાં MBA ની 11065 સીટમાંથી 1895 સીટ ભરાઈ છે જ્યારે MCAની 5199 સીટમાંથી 798 સીટ ભરાઈ છે.

MBAમાં 9 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમા 556 સીટ માંથી 425 સીટ ભરાઈ છે જ્યારે ખાનગી 98 કોલેજની 10,509 સીટ માંથી 1423 સીટ જ ભરાઈ છે. MCAની સરકારી અને ગ્રાન્ટેડ 9 કોલેજની 411 સીટમાંથી 374 સીટ ભરાઈ છે જ્યારે ખાનગી 51 કોલેજની 4788 સીટમાંથી 459 સીટ ભરાઈ છે.

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ ખાતે ખાલી પડેલી જગ્યા ભરવા માટે પ્રવેશ પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ એટલે ત્રીજો રાઉન્ડ ઓનલાઇન 6 ઓકટોબરથી શરૂ થશે જેમાં ACPC ના મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓએ 6 થી 8 ઓકટોબર સુધીમાં ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. જ્યારે ખાનગી કોલેજોએ ખાલી પડેલી બેઠકો પર ACPC ની ગાઈડ લાઇન મુજબ પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...