તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત યુનિવસર્ટી:B.Scના ચોથા રાઉન્ડ પછી પણ 9999 સીટો ખાલી રહી, M.Scના એક રાઉન્ડ બાદ 338 સીટ ખાલી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત યુનિવસર્ટી સંલગ્ન બીએસસી અને એમએસસીમાં ચાર રાઉન્ડ બાદ પ્રવેશ સમિતિએ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની માહિતી જાહેર કરી છે. ચાર રાઉન્ડ બાદ બીએસસીમાં 9999 અને એમએસસીના પહેલા રાઉન્ડ બાદ વિવિધ કેટેગેરીમાં 338 સીટ ખાલી રહી છે. પ્રવેશ સમિતિ દ્વારા બીએસસીની કુલ 14975, એમએસસીની 2274 સીટો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી.

કોરોનાને કારણે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ કરાઇ હતી. પરિણામે એક સત્ર પૂરું થઇ જવા છતાં પણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ શકી નથી. આ વર્ષે યોજાયેલી બીએસસીની પ્રવેશ પ્રક્રિયામાં 11 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 4976 વિદ્યાર્થીએ એડમિશન મેળવ્યું હતું. એમએસસીની પ્રવેશ પ્રક્રિયા માટે 2274 સીટો પર પ્રવેશ કાર્યવાહી કરાઇ હતી, જેમાંની 1936 સીટો પર એલોટમેન્ટ કરાયું હતું. 4990 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો નથી. પહેલા રાઉન્ડ બાદ 338 સીટો ખાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો