તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીપ્રચાર:ભાજપના 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ, પૂર્વ પ્રમુખ જિતુ વાઘાણી કપાયા, કેન્દ્રમાંથી માત્ર સ્મૃતિ ઈરાની પ્રચાર કરવા આવશે

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભાજપના પૂર્વ પ્રમુખ જિતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોરનો ફાઈલ ફોટો. - Divya Bhaskar
ભાજપના પૂર્વ પ્રમુખ જિતુ વાઘાણી અને અલ્પેશ ઠાકોરનો ફાઈલ ફોટો.
 • રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. આ ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના 20 સ્ટાર પ્રચારકોમાં અસંતુષ્ટ અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે, જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ફરીવાર બાદબાકી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્રમાંથી માત્ર એક સ્મૃતિ ઈરાની જ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવશે. એ ઉપરાંત આ યાદીમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપના 20 સ્ટાર પ્રચારકોની યાદી.
ભાજપના 20 સ્ટાર પ્રચારકોની યાદી.

20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો
ભાજપે જાહેર કરેલી 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો છે. આ અગાઉ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પણ તેઓ સ્ટાર પ્રચારક હતાં અને પ્રચાર કર્યો હતો. વીસ સભ્યોની આ યાદીમાં ઇરાની સિવાય બાકીના તમામ સ્થાનિક નેતાઓ જ છે જેમાં પાર્ટી પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. આ વીસ નેતાઓની યાદીમાં સૌથી છેલ્લું નામ અલ્પેશ ઠાકોર છે. ભાજપમાં હાલ સાવ નિષ્ક્રીય બની ચૂકેલા અલ્પેશ ભાજપના સ્ટાર ઠાકોર નેતા છે અને તેઓ ગઇ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આ યાદીમાં હતા.

ચૂંટાયેલી બોડીમાં હોદ્દેદારો નક્કી કરવા માટે સંસદીય બોર્ડ જ નિર્ણાયક રહે છે
ચૂંટાયેલી બોડીમાં હોદ્દેદારો નક્કી કરવા માટે સંસદીય બોર્ડ જ નિર્ણાયક રહે છે

13 સભ્યોના પાર્લામેન્ટરી બોર્ડમાં પણ જીતુ વાઘાણીનું નામ નહોતું
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નવા સંસદીય બોર્ડની ઘોષણા કરી હતી. જેમાં અગાઉના 14 સભ્યોના સંસદીય બોર્ડને બદલે હવે 13 સભ્યોનું સંસદીય બોર્ડ રહ્યું છે. આ બોર્ડમાં પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા નેતાઓ યથાવત્ રહ્યા છે. પરંતુ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સાવ બાદબાકી કરી નખાઇ હતી. સામાન્ય રીતે પ્રદેશ સંસદીય બોર્ડમાં ભૂતપૂર્વ પ્રમુખોનો સમાવેશ થતો રહે છે અને તે શિરસ્તા મુજબ આર સી ફળદુ હજુ પણ આ નવાં બોર્ડમાં પણ જાળવી રખાયા છે. પાર્ટીમાં ચૂંટણીઓ વખતે ઉમેદવારોની પસંદગી તથા ચૂંટાયેલી બોડીમાં હોદ્દેદારો નક્કી કરવા માટે સંસદીય બોર્ડ જ નિર્ણાયક રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો