તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Evaluation Process Announced One Month After The Resolution Was Passed In The Syndicate Meeting In Gujarat Uni. External Students Will Be Assessed By Assignment Of 30 Marks.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ગુજરાત યુનિ.માં મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરાઈ, એક્સટર્નલ વિદ્યાર્થીઓનું 30 માર્ક્સના એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન કરાશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક્સટર્નલના વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે

કોરોનાને લીધે તમામ પરીક્ષાઓ માર્ચ-એપ્રિલમાં લેવાઈ ન હતી પરંતુ સરકારને પરીક્ષાની મંજૂરી આપ્યા બાદ UG- PGના છેલ્લા સેમેસ્ટરના રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે એક્સટર્નલના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાઈ હતી. હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી-પીજીના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે આખરે મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં UGમાં સેમેસ્ટર 2 અને 4 તથા PGમાં સેમેસ્ટર 2ના એક્સટર્નલ વિદ્યાર્થીઓનું 30 માર્ક્સના એસાઈમેન્ટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકનના આધારે તેમને રિઝલ્ટ આપવામાં આવશે. એક્સટર્નલના વિદ્યાર્થીઓએ આ મૂલ્યાંકન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

સીન્ડીકેટમાં ઠરાવના એક મહિના બાદ મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરાઈ
UGCની ગાઈડલાઈન પ્રમાણે બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવાનું હતું. પરંતુ એક્સટર્નલ વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ કોલેજમાંથી ઈન્ટરનલ માર્ક્સ મળતા નથી. જેથી ઈન્ટરનલ અને અગાઉના સેમેસ્ટરના 50 ટકા માર્ક્સ મુજબ મેરિટ બેઝ પ્રમોશન આપી શકાય તેમ ન હતું. ગુજરાત યુનિ.એ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સીન્ડીકેટ બેઠકમાં લેખિત ઓફલાઈન પરીક્ષાને બદલે એક્ઝામ સબમિશનના આધારે પરિણામ આપવાનો નિર્ણય કર્યો હતો. સીન્ડીકેટમાં ઠરાવના એક મહિના બાદ અંતે દિવાળી ટાણે યુનિ.એ મૂલ્યાંકન પ્રક્રિયા જાહેર કરી છે.

વિદ્યાર્થીઓએ યુનિ.ની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
યુનિ.દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ B.A, B.COM સેમસ્ટર 2 અને 4 તથા MA- M.COM સેમેસ્ટર -2ના એક્સટર્નલના વિદ્યાર્થીઓએ વિષયવાર 30 ગુણના એસાઈમેન્ટ જમા કરાવવાના રહેશે. જે માટે દરેક વિદ્યાર્થીએ સૌપ્રથમ યુનિ.ની વેબસાઈટ પર 24મી સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટરેશનમાં વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નંબર,સીટ નંબર અને મોબાઈલ નંબર ફરજીયાત લખવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પૂર્ણ નહી કરે તો એક્ઝામ સબમિશન માટે ગેરહાજર ગણવામા આવશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીને ઈમેઈલથી પેપર દીઠ 15-15 ગુણના બે પ્રશ્નો અપાશે અને જેના જવાબો વિદ્યાર્થીએ લખી સ્કેન કરી પેપર દીઠ અલગ અલગ અપલોડ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો