ક્રાઇમ:શાહપુરમાં પૈસા મુદ્દે જાહેરમાં વ્યંડળના વાળ કાપી નાખ્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યડંળે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી
  • યુવકે વ્યંડળો પર પાઈપથી હુમલો કર્યો હતો

શાહપુરમાં પૈસાની લેતી દેતીમાં  વ્યંડળ પર જીવલેણ હુમલો કરી કાતર વડે જાહેરમાં વ્યંડળના વાળ કાપી નખાયા હતા.   શાહપુર ચૂડી બજારમાં રહેતી નિતુ દે સોનયીદે પાવૈયાના ચેલા દામીની દે અને જોયા દે અને પૌત્ર હિનાદે શિલ્ક દે સાથે અખાડે ગયા હતા. નિતુ દે ના અખાડાની બહાર રાજુદ્રીન ઉર્ફે દલ્લો બાદરુદ્રીન કુરેશનો પાનનો ગલ્લો આવેલો છે. જ્યાં રાજુદ્રીન તેમજ જહીર ઉર્ફે છોટા જહીર અને જુનૈદ રાશીદ કુરેશી હાજર હતા. જેમાંથી રાજુદ્રીન સાથે અગાઉ નિતુ દે ને પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઇ હતી.જેથી રાજુદ્રીને નિતુ દે ને કહ્યું હતું કે તું કેમ મારી સાથે પૈસાનો વ્યવહાર કરતો નથી, રાજુદ્રીને નિતુ દે સાથે ઝપાઝપી શરૂ કરતા હિનાદે ક્યાંકથી લાકડી લઇ આવ્યો હતો. જ્યારે જુનેદ ક્યાંકથી લોખંડની પાઈપ લઇને આવ્યો હોવાથી તેણે નિતુ દે ને પાઈપના ફટકા માર્યા હતા. જ્યારે રાજુદ્રીને કાતર વડે નિતુ દે ના વાળ કાપી દીધા હતા અને તેની સાથે મારા મારી કરી હતી. આ અંગે નિતુ દે એ રાજદ્રીન, જહીદ અને જુનૈદ સામે  ફરિયાદ નોંધાવતા શાહપુર પોલીસે તપાસ શરૂ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...