તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિન્નરોનો ત્રાસ:અમદાવાદથી ઉત્તર ભારત-પૂર્વોત્તર તરફ જતી ટ્રેનમાં કિન્નરો ઘૂસી પેસેન્જરો સામે ચેનચાળા કરી પૈસા માગે છે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદથી ઉત્તર ભારત તેમ જ પૂર્વોત્તરના રાજ્યોમાં જતી ટ્રેનમાં ફરી એકવાર કિન્નરોનો આતંક વધી ગયો હોવાની ફરિયાદો ઊઠી છે. અમદાવાદથી કિન્નરો કોચમાં ઘૂસી જઇ પેસેન્જરો સામે ચેનચાળા કરી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરે છે. તેમાં પણ જો કોઈ પેસેન્જર રૂપિયા ન આપે તો તેને અપશબ્દો બોલી હેરાન પણ કરે છે. જોકે આ ટ્રેનોમાં મુસાફરી કરનારા મોટાભાગે શ્રમિકો હોવાથી તેઓ ફરિયાદ પણ કરતા નથી. કોઈ પેસેન્જર ફરિયાદ કરે અને પોલીસ ટ્રેનમાં પહોંચે ત્યાં સુધીમાં કિન્નરો આગળના સ્ટેશને ઊતરી જાય છે અને પકડાતા નથી.

તાજેતરમાં સવારે 9.10 વાગે અમદાવાદથી ગોરખપુર જતી સ્પેશિયલ ટ્રેનમાં કેટલાક કિન્નરો ઘૂસી જઇ પેસેન્જરોને હેરાન કરી રૂપિયાની ઉઘરાણી કરતાં હતાં, જેના પગલે ઈમરાનભાઈ નામના પેસેન્જરે ઈન્ડિયન રેલવે સેવા એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કરી જણાવ્યું હતું કે, બે કલાકથી કિન્નરો પેસેન્જરો પાસે બળજબરી કરી રૂપિયા પડાવી રહ્યા છે. ફરિયાદના આધારે રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પુરુષો પણ કિન્નરનો વેશ ધારણ કરી રૂપિયા પડાવે છે
શ્રમિકો મુસાફરી કરતા હોય તેવી ટ્રેનના જનરલ કોચમાં પુરુષો પણ કિન્નરનો વેશ ધારણ કરી પેસેન્જરો પાસે બળજબરીથી રૂપિયાની માગણી કરે છે. મોટાભાગે દિવસ દરમિયાન દોડતી ટ્રેનોમાં સુરક્ષા જવાનોનું પેટ્રોલિંગ ન હોવાથી તેનો ફાયદો ઉઠાવી કિન્નરો કોચમાં ઘૂસી જાય છે.

અન્ય સમાચારો પણ છે...