આજે ધનતેરસ:150 કરોડના સોના, 17 કરોડની ચાંદીની ખરીદીનો અંદાજ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 7 દિવસથી બુલિયન માર્કેટમાં રોજના સરેરાશ 300 કિલો સોનાનું વેચાણ થાય છે

મંગળવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં 150 કિલો સોનાનું એડવાન્સ બુકિંગ થયું હતું. ધનતેરસે રૂ.150 કરોડના 300 કિલો સોનાનું વેચાણ થવાનો વેપારીઓને અંદાજ છે.સોનાના ભાવમાં ઘટાડાથી વેચાણ વધી રહ્યું છે. આમ સોનાનો ભાવ ઘટતા ગ્રાહકને રૂ. 1800નો ફાયદો થઇ રહ્યો છે. જ્યારે ચાંદીનું વેચાણ પણ અંદાજે 150 કિલો થવાની શકયતા છે.

ગત વર્ષ કરતા સોનાના ભાવ અંદાજે રૂ. 15 હજારનો વધારો તેમજ કોરોનાની મહામારીને લઇને સોના-ચાંદીનું વેચાણ ઓછું થવાની ધારણા વેપારીઓને હતી. પરંતુ સોમવારે સાંજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતા વેપારીઓને ધનતેરસનું એડવાન્સ બુકિંગ મળ્યું હતું. વેપારીઓના અંદાજ કરતા વધારે એટલે કે 150 કિલો સોનાનું અને 70 કિલો ચાંદીનું એડવાન્સ બુકિંગ થયું હતું.

છેલ્લા 7 દિવસથી બુલિયનમાં રોજનું 300 કિલોનું વેચાણ થતું હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. જ્યારે યંગસ્ટરોમાં પ્લેટિનમનો શોખ વધતા છેલ્લા પાંચ વર્ષમાં બમણું વેચાણ થયું છે. ગુજરાતમાં માસિક 2થી 3 કિલો પ્લેટિનમનું વેચાણ થવા લાગ્યું છે. હાલમાં પ્લેટિનમનો 10 ગ્રામ 28થી 29 હજારનો ભાવ ચાલી રહ્યો છે. ગુજરાતમાં એક માત્ર સોની જ્વેલર્સે પ્લેટિનમનું મેન્યુફેકચરિંગ શરૂ કર્યું છે અને દર મહિને 600થી 700 ગ્રામ પ્લેટિનમનું વેચાણ થઇ રહ્યું છે.

ધનતેરસ માટે 80% એડવાન્સ બુકિંગ
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી નિશાંત ધોળકિયાએ જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં ઘટાડો થતા ધનતેરસનું એડવાન્સ બુકિંગ 80 ટકા થયું હતું. હાલમાં સોના-ચાંદીના લગડી-સિક્કાનું વેચાણ વધારે હોય છે. લગ્નસરા માટે દાગીનાનું બુકિંગ થયું છે. આમ ધનતેરસના દિવસે અંદાજે રૂ. 150 કરોડના 300 કિલો સોનાનું વેચાણનો અંદાજ સેવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...