દુર્ઘટના:સરસપુરમાં એસ્ટેટનું માળિયું તૂટી પડ્યું, દટાયેલા 3ને ફાયરની ટીમે બહાર કાઢ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વ્યક્તિને કાટમાળમાંથી કાઢ્યા બાદ ત્રીજો પણ ફસાયો હોવાનંુ જાણવા મળ્યું હતંુ
  • તિરુપતિ​​​​​​​ એસ્ટેટની અંદર આવેલી એક દુકાનમાં અલગથી માળિયું બનાવવામાં આવ્યું હતું

સરસપુરમાં એક દુકાનની અંદર અલગથી માળિયંુ બનાવડાવ્યું હતું. જો કે આ માળીયુ આજે સવારના સમયે અચાનક ધરાશાયી થઈ ગયું હતુ. જેના પગલે દુકાનમાં બેઠેલા 3 વ્યક્તિ કાટમાળમાં દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ટીમ પહોંચી અને ત્રણેયને બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા.

સરસપુર અંબર સિનેમા પાછળ તિરુપતિ એસ્ટેટની અંદર આવેલી એક દુકાનમાં સવારના સમયે દુકાનની અંદર અલગથી માળિયા જેવી બનાવેલ છત અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટના બનતા જ આજુબાજુના લોકો અને ફાયરની ટીમ મદદ માટે દોડી આવી હતી. ઘટના સમયે દુકાનમાં હાજર બાલુબેન મિસ્ત્રી (ઉ.વ.50) અને મુકેશભાઈ (ઉ.વ.35)ને ફાયરની ટીમે કાટમાળમાંથી બહાર કાઢી લાવી હતી. તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે કહ્યું, કે હજુ એક વ્યક્તિ અંદર છે. જે પછી ફાયરબ્રિગેડની ટીમે કાટમાળમાં દટાયેલ કાનજીભાઈને પણ બહાર કાઢી લાવી હતી. આ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

રાયખડ, આસ્ટોડિયા અને રખિયાલમાં મકાનનો કાટમાળ પડ્યો: જાનહાનિ ટળી
રાયખડ વિસ્તારમાં આવેલી ભિસ્તીવાડ ચોકમાં ત્રણ માળનુ જૂનું મકાન ધરાશાહી થયુ હતું. જો કે મકાન જૂનંુ હોવાને કારણે કોઈ ત્યાં રહેતુ ન હતંુ. જેના કારણે કોઈને ઈજાઓ કે જાનહાનિ થઈ ન હતી. આસ્ટોડિયા માંડવીની પોળમાં આવેલ બે માળના મકાનની ગેલેરીનો કેટલોક કાટમાળ અચાનક જ પડ્યો હતો. જે જગ્યાએ કાટમાળ પડ્યો તે જગ્યાએ કોઈની અવર જવર ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. ત્રીજી ઘટનામાં રખિયાલ સુખરામનગર ઉત્તમનગર સ્લમ ક્વાર્ટર્સના ચોથા માળની ગેલેરીનો કેટલોક કાટમાળ ધરાશાહી થયો હતો. જે સમયે કાટમાળ ધરાશાહી થયો તે સમયે વરસાદ ચાલુ હોવાથી કોઈની અવર જવર ન હતી, જેથી કોઈને ઈજા થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...