અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના રિઝર્વ પ્લોટમાં કરવામાં આવેલા દબાણોને એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 20 જેટલા પ્લોટમાંથી દબાણો દૂર કરી રૂ. 121 કરોડના પ્લોટના કબ્જો મેળવવામાં આવ્યો છે.
ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી હતી. ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે રિઝર્વ પ્લોટ પર દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. અગાઉ રૂ 1600 કરોડના દબાણો દૂર કરાયા હતા. હાલમાં છ ઝોનના 20 પ્લોટ પરના દબાણો દૂર કર્યા છે. ટીપી સ્કીમનું પણ સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. 9,12 અને18 મીટર ઉપરના રોડ પરના કુલ 11 કિમીના રોડ ખુલ્લા કરાયા છે. રોડ હોય ત્યાં દબાણો દૂર કરાયા છે. મે, જૂન અને જુલાઈ મહિનાનું ત્રણ માસનું પ્લાનિંગ કરાયું છે, જેનાથી ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવશે.
7 ઝોનમાં ક્યાં ઝોનમાં કેટલા પ્લોટ પર દબાણ દૂર કરાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.