વાલી મંડળની માગણી:કોરોનાનો ખતરો જાય નહીં ત્યાં સુધી સ્કૂલોમાં કડક મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વાલી મંડળે કહ્યું - સ્કૂલોમાં કોરોના કેસ આવે તો જવાબદારી નક્કી થવી જોઈએ
  • શહેરની સંખ્યાબંધ સ્કૂલોએ ઓનલાઈન અભ્યાસ બંધ કરી દીધો હોવાની ફરિયાદ

અમદાવાદ સહિત રાજ્યની સ્કૂલોમાં કોરોનાના કેસ આવતાં હાલમાં તમામ ધોરણો ઓફલાઇન બંધ કરીને માત્ર ઓનલાઇન ચાલુ રાખવા અને સ્કૂલોમાં કોરોના કેસ આવે તો તેની જવાબદારી નક્કી કરવા વાલીમંડળે માગ કરી છે. કોરોના મહામારી પૂરી ન થાય ત્યાં સુધી સ્કૂલોમાં ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં તે માટે સ્કૂલો માટે મોનિટરિંગ સિસ્ટમ તૈયાર થવી જોઇએ. કોરોના ગાઇડલાઇનનું અમલ કરાવનારા અધિકારી પોતાની ફરજ ચૂકે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

વાલી મંડળ સતત માગ કરતું આવ્યું છે કે, સરકારે કોરોનાના કેસની સંખ્યા વધતા વર્ગો ફરજિયાત ઓનલાઇન કરવા જોઇએ. સાથે જ અમદાવાદની ઘણી સ્કૂલોએ ઓનલાઇન વર્ગો બંધ કર્યા હોવાની પણ વાલીઓની ફરિયાદ છે. વાલી સ્વરાજ્ય મંચના પ્રમુખ અમિત પંચાલે જણાવ્યું હતું કે, સ્કૂલોમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે સરકારે તમામ સ્કૂલ ઓનલાઈન કરવી જોઈએ.

અધિકારીના નામ-નંબર જાહેર કરવા માગ
વાલીમંડળે માગ કરી છે કે, કયા વિસ્તારની સ્કૂલો કયા અધિકારી અંતર્ગત આવે છે તે અધિકારીનું નામ અને નંબર જાહેર કરવા જોઇએ. જેથી જે-તે વિસ્તારની સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળે તો નાગરિકો સીધા જ જે-તે અધિકારીને જાણ કરી શકે.

સ્કૂલોમાં હાજરી ઘટવા સંચાલકોને ભીતિ
કોરોનાના કેસોની સંખ્યા વધતા સ્કૂલોમાં ઓફલાઇન વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનો સ્કૂલ સંચાલકોનો અંદાજ છે. નામ ન આપવાની શરતે એક સંચાલકે જણાવ્યું હતું કે, મોટાભાગના સંચાલકો ઇચ્છે છે કે હાલમાં વર્ગો ઓનલાઇન થાય. બોર્ડના ધોરણો ઓફલાઇન ચલાવવા જોઇએ. પરંતુ બાકીના વર્ગો ઓનલાઇન હશે તો બોર્ડના ધોરણો ઓફલાઇન ચલાવવાવામાં કોઇ મુશ્કેલી ઉભી થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...