તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ITની સાઇટ પર ભૂલ સુધારણા ટેબ મુકાતી નથી, ટેક્સ માટે ઉઘરાણી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કરદાતાએ ભૂતકાળમાં કરેલી અરજીઓ પણ ઓનલાઈન દેખાતી નથી
  • અધિકારીઓ ફોન કરી રિટર્નમાં ભૂલ હોવાનું કહી ડિમાન્ડ કાઢે છે

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં કરદાતાઓને ફોન કરીને તેમણે ફાઇલ કરેલા રિટર્નમાં ટેક્સની ડિમાન્ડ હોવાથી તે ભરી દેવા માટે જાણવામાં આવે છે. જેને લઇને કરદાતા આવી ડિમાન્ડની સુધારણા અરજી પોટર્લ ના હોવાથી કરી શકતા નથી. બીજી તરફ કરદાતાને આવી ડિમાન્ડ નિકળતા જુના ભરેલા રિટર્ન અને ભૂલ સુધારણા ડાઉનલોડ થતા ન હોવાથી સમજી શકતા નથી.

તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાને ફોન તેમજ મેસેજ કરીને તેમણે ભરેલા રિટર્નમાં ભૂલ હોવાનું દર્શાવી તેમની સામે ટેક્સની ડિમાન્ડ પેન્ડિંગ છે તેવું જણાવીને ભરી દેવા માટે જાણવામાં આવે છે. જેના કારણે કરદાતાઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ઇન્કમટેકસના પોટર્લ ઉપર ઇન્કમટેકસના ભરવા પાત્ર ટેકસ કરદાતાને દેખાય છે પરંતુ તેને લગતું ભૂલ સુધારણા અરજી કરવાનું કોઇ પ્રકારની ટેબ દેખાતી નથી. આમ કરદાતાને પોતે ફાઇલ કરેલું ઓરિજનલ આઇટી રીટર્ન અત્યાર સુધી કરેલી ભૂલ સુધારણા અરજી અને ભૂલ સુધારણાં સાથેનું નવું ઇન્કમટેક્સ રિટર્ન અપલોડ થઇ શકતું નથી.

એક તરફ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ તેને લગતી ભૂલ સુધારણા પોટર્લ ઉપર શરૂ કરવામાં આવ્યું ન હોવાથી કરદાતા અને કન્સલ્ટન્ટ વચ્ચે તકરાર વધી રહી છે. વધારામાં કરદાતા પોતે ફાઇલ કરેલા આઇટીઆર રિટર્ન ડાઉન લોડ કરી શકતા નથી અને કરદાતાએ ભૂતકાળમાં કરેલી ભૂલ સુધારણા અરજી ઓનલાઇન દેખાતી નથી. જેથી કરદાતા પોતાની ભૂલ સમજી સકતા નથી અને સુધારી શકતા નથી તેમજ ડિપાર્ટમેન્ટ તરફથી કરદાતાને ફોન કરીને ડિમાન્ડ બાકી હોવાથી ભરી દેવા માટે દબાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...